ચાણકય નીતિ મુજબ મુશ્કેલી ના સમયમાં કામ આવે છે આવા લોકો…હંમેશા આપે છે સાથ

ચાણક્ય નીતિનું અમલીકરણ ઘણી વખત વ્યક્તિને ફાયદો કરાવે છે. આજના વ્યસ્ત જીવનમાં આચાર્ય ચાણક્યની નીતી સંઘર્ષના સમયમાં વ્યક્તિને ધીરજ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. ચાણક્ય નીતિની મદદથી વ્યક્તિ સારા અને ખરાબ વચ્ચે ભેદ પારખી શકવા સક્ષમ બને છે.

સુખમય અને શાંતિપૂર્ણ જીવન માટે આચાર્ય ચાણકયએ ઘણી નીતિઓ બનાવી છે. આ નીતિઓનું અમલીકરણ કરી જીવનને સરળ બનાવી શકાય છે. આચાર્ય ચાણકયને કુશળ રાજકારણી, ચતુર કુટનીતિજ્ઞ, પ્રકાંડ અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે.

ચાણકય નીતિ શું છે?

આચાર્ય ચાણક્યની નીતિઓના સંગ્રહને ચાણકય નીતિ કહેવામાં આવે છે. આ નીતિઓ આજે પણ કામમાં આવે તેવી છે. ચાણક્ય નીતિ કહે છે કે, વિદ્યા મેળવવી તે કામધેનું સમાન છે.

વિદ્યા દરેક ઋતુમાં અમૃત આપે છે. વિદેશમાં માતાની જેમ રક્ષક અને હિતકારી હોય છે. માટે વિદ્યાને ગુપ્ત ધન પણ કહેવામાં આવે છે.

ચાણકય નીતિની મહત્વની વાતો જાણી લો..

સંત પુરુષોની સંગત

માછલી દ્રષ્ટિથી, કાચબો ધ્યાન આપીને, પંખી સ્પર્શથી પોતાના સંતાનોને ઉછેરે છે. આવી જ રીતે સંત પુરુષોની સંગત મનુષ્યનું પાલન પોષણ કરે છે. સંતો પુરુષોની સંગત સુખ-શાંતિ ભર્યું જીવન આપે છે.

મૃત્યુ બાદ કંઈ નથી

જો તમારું શરીર સ્વસ્થ્ય છે અને તમારા નિયંત્રણમાં છે તો અત્યારે જ આત્મસાક્ષાત્કારનો પ્રયાસ કરી લો. મૃત્યુ થઈ ગયા બાદ તો કોઈ કંઈ પણ કરી શકતું નથી. જે કંઈ પણ છે તે આ જીવનમાં જ છે. તેવું આચાર્ય ચાણક્યનું કહેવું છે.

શિક્ષણ મેળવવું જરૂરી

આચાર્ય ચાણક્યના મત અનુસાર શિક્ષણ મેળવવું કામધેનું સમાન છે. જે દરેક ઋતુમાં અમૃત સમાન બની રહે છે. વિદેશમાં માતાની જેમ રક્ષણ આપે છે અને હિતકારી રહે છે. એટલે જ વિદ્યાને ગુપ્ત ધન કહેવામાં આવે છે. વિદ્યા મેળવી જ જોઈએ.

મૂર્ખ કરતા આવા વ્યક્તિ સારા

જન્મતાની સાથે જ મૃત હોય તેવા બાળક મૂર્ખ દીર્ઘાયુ બાળક કરતા સારા છે. મૃત બાળક તો એક ક્ષણ માટે જ દુઃખ આપે છે. જ્યારે દીર્ઘાયુ મૂર્ખ બાળક તેના માતા પિતાને આખું જીવન દુઃખના અગનમાં બળતરા કરાવે છે.

આશ્રય મુશ્કેલ સમયમાં જ મળે છે.

આચાર્ય ચાણક્યના મત મુજબ જ્યારે વ્યક્તિનું જીવન દુઃખમાંથી પસાર થતું હોય, ત્યારે તેને કેટલીક ખાસ વ્યક્તિઓનો જ સહારો મળે છે. પુત્ર અથવા પુત્રી અને પત્ની જેવા વ્યક્તિઓ સાથ છોડતા નથી. ભગવાનના ભક્તો પણ આશ્રય આપે છે.

મિત્રો, તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કરીને મિત્રોને શેર કરો. અમે તમારા માટે નવું નવું જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી લાવતા રહીશું.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Be the first to comment on "ચાણકય નીતિ મુજબ મુશ્કેલી ના સમયમાં કામ આવે છે આવા લોકો…હંમેશા આપે છે સાથ"

Leave a comment

Your email address will not be published.


*