Loading...

હવે હોસ્પિટલમાંથી આ શરતો પર મળશે રજા, વાંચો નિયમોમાં મોટા ફેરફાર

0
328
Loading...

આપણે સૌ જાણીએ છીએ કે કોરોના નો કેર દિવસે ને દિવસે વધતો જાય છે. પોઝીટીવ કેસો માંથી ઘણા દર્દીઓ રીકવર પણ થાય છે. રિકવર થયા બાદ ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)એ શનિવારે સવારે નવી પોલિસી જાહેર કરી છે. નવા ફેરફારો મુજબ, હળવા કેસેમાં ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટિંગની જરરીયાતને સમાપ્ત કરી દેવામાં આવી છે. દર્દીમાં લક્ષણ ન દેખાવા અને સ્થિતિ સામાન્ય લાગવા પર 10 દિવસની અંદર હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે. ડિસ્ચાર્જ થયા બાદ દર્દીએ હવે 14 દિવસની જગ્યાએ 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 14માં દિવલે ટેલી-કોન્ફરન્સ દ્વારા દર્દીનું ફોલો-અપ લેવામાં આવશે.

ડિસ્ચાર્જ

અમુક એવા દર્દી જેમાં કોરોનાના લક્ષણ નથી/ ખૂબ નજીવા છે, તેમને કોવિડ કેયર ફેસિલિટીમાં રખાશે. જ્યાં તેમને રેગ્યુલર ટેમ્પ્રેચર ચેક અને પલ્સ ઓક્સિમેટ્રી મોનટરિંગંમાંથી પસાર થવું પડશે.

જો ત્રણ દિવસ સુધી દર્દીને તાવ આવતો નથી તો દર્દીને 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે. તેની પહેલાં ટેસ્ટિંગની જરૂર પડશે નહીં. ડિસ્ચાર્જના સમયે દર્દીને 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું કહેવાશે. ડિસ્ચાર્જ પહેલાં જો કયારેય ઓક્સિજન સેચુરેશન 95 ટકાથી નીચે જાય છે તો દર્દીને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (CDC)માં લઇ જવાશે.

કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સીજન બેડ

થોડા ગંભીર લક્ષણ વાળા દર્દીઓને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સીજન બેડ પર રાખવામાં આવશે. તેણે બોડી ટેમ્પ્રેચર અને ઓક્સીજન સૈચુરેશન ચેકમાંથી પસાર થવું પડશે. જો તાપ ત્રણ દિવસમાં ઉતરી જાય છે અને દર્દીનું આગામી 4 દિવસ સુધી સૈચુરેશન લેવલ 95 ટકાથી વધુ રહે છે તો દર્દીને 10 દિવસ બાદ રજા આપી શકાય છે. પરંતુ તાવ, શ્વાસ લેવામાં તકલિફ અને ઓક્સીજનની જરૂરીયાત ન હોવી જોઈએ. તેવામાં દર્દીનો ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટ કરવામાં આવશે.

Loading...

નવી ગાઇડલાઇન્સ

તેવા દર્દી જે ઓક્સીજન સપોર્ટ પર છે, તેને ક્લિનિકલ સિમ્પ્ટમ્સ દૂર થયા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. સતત 3 દિવસ સુધી ઓક્સીજન સૈચુરેશન મેન્ટેન રાખનાર દર્દી ડિસ્ચાર્જ થશે. આ સિવાય એચઆઈવી દર્દી અને અન્ય ગંભીર બીમારીઓ વાળા દર્દીએ ક્લિનિકલ રિકવરી અને RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

ડિસ્ચાર્જ બાદ શું થશે?

દર્દીને રજા મળ્યા બાદ 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. જો તાવ, કફ કે શ્વાસ લેવામાં મુશ્કેલી જેવા લક્ષણ જોવા મળે તો દર્દીએ કોવિડ કેયર સેન્ટર અથવા સ્ટેટ હેલ્પલાઇન કે પછી 1075 પર સંપર્ક કરવાનો રહેશે. 14માં દિવસે દર્દીનું ફોલો-અપ ટેલી-કોન્ફરન્સ દ્વારા લેવામાં આવશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, સમાચાર, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here