વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા ગરીબ મા-બાપને પુરાવા ભેગા કરતા નાકે દમ આવી જાય તેમ છે.

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજનાનો લાભ તા. 2જી ઓગષ્ટ 2019 અને ત્યારબાદ જન્મેલી દીકરીઓને મળવાપાત્ર છે. જે માટે દીકરીના જન્મના એક વર્ષની સમયમર્યાદામાં અરજી કરી શકાય છે. જો દંપતિને પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે, પરંતુ તે દંપતિએ પુખ્તવયની વયે લગ્ન કરેલા હોય તો જ તેમની દીકરીઓને લાભ મળશે. જોકે સરકારની આ યોજનાનો લાભ મેળવવા માટે ગરીબી દંપતિઓએ પુરાવા ભેગા કરવા એટલા પુરાવા ભેગા કરવા પડે તેમ છે કે ભાગ્યે જ અમુક દીકરીઓ સુધી આ લાભ પહોંચી શકશે. સરકાર આવી યોજનાઓ બહાર પાડે છે પરંતુ હકીકતમાં તે કેટલી અસરકારક છે તેની ચકાસણી કરવી આવશ્યક છે. આ દીકરીઓની યોજનાના નામે વચેટિયાના રાફડા વધુ ફાટી નીકળશે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભ લેવા માંગતા દંપતિની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. દીકરીઓને પ્રથમ ધોરણમાં ચાર હજાર રૂપિયા, ત્યારબાદ નવમાં ધોરણમાં 6 હજાર રૂપિયા તથા 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સહાય તરીકે એક લાખની સહાય મળશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ.

આ યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, સીડીપીઓ કચેરીખાતેથી વિનામૂલ્યે મળી શકશે. ફોર્મમાં દંપતિએ જરૂરી આધાર પુરાવા જેવા કે લાભાર્થી દીકરીના માતા-પિતાની સંયુકત આવક અંગેનો મામલતદાર, ચીફ ઓફિસર અથવા તાલુકા વિકાસ અધિકારીનો દાખલો, દીકરીના માતા-પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મદાખલો, લાભાર્થી દીકરીના આધારકાર્ડની નકલ, અરજદારની રેશનકાર્ડની નકલ, દીકરીના માતા-પિતાનું લગ્નનું પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીના  જન્મના પ્રમાણપત્રની નકલ, દંપતિ પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ દંપતિનું સોગંદનામુ વગેરે સહિત આ અરજી આંગણવાડી કેન્દ્ર સીડીપીઓ કચેરીમાં આપવાની રહેશે. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળઅધિકારીની કચેરી, બ્લોક-એ, પ્રથમમાળ, જિલ્લા સેવાસદન-2, અઠવાલાઈન્સ ખાતે સંપર્ક સાધવો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*