Loading...

યાદશક્તિ વધારવી હોઈ તો રોજ સવારે કરો આ કામ, બંધુકની ગોળી માફક દોડશે મગજ…

3
24947
Loading...

સ્વાસ્થ્ય માટે પાણી પીવું એ સારી આદત છે. સ્વસ્થ રહેવા માટે આપણે દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આયુર્વેદ માં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે તાંબાના વાસણમાં પાણી પીવું એ ખાસ કરીને લાભકારક છે. આ પાણીને પીવાથી શરીરના ઘણા બધા રોગો દવા વગર સારા થઈ જાય છે. આ પાણીથી શરીરમાં રહેલ ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. રાત્રે આ રીતે તાંબાના વાસણ માં સંગ્રહિત પાણીને, “તામ્રજળ” ના નામે ઓળખવામાં આવે છે.

તાંબુ એટલે કે કોપર આપણા શરીર માં કોપર ની ઉણપ દુર કરે છે. અને સાથે સાથે બીમારી ઉત્પન્ન કરતા બેક્ટેરિયા નો નાશ કરે છે. જો આપણે રાંધેલી વસ્તુઓ ને તાંબાના વાસણ માં રાખીએ તો ભોજન બધી રીતે શુદ્ધ રહે છે. અને તેનાથી ઘણી બીમારીઓ જેવી કે ડાયેરિયા, કમળો વગેરે આપણા શરીર માંથી દુર રહે છે.

તાંબા માં રોગપ્રતિકારક ગુણ હોય છે. જે ૨૪ કલાક ની અંદર ઈ.કોલી નો નાશ કરે છે. તાંબાના વાસણ માં પાણી નો ઉપયોગ કરવાથી સલ્મોનેલા, ટાઇફસ, શીગેલા એસ.પી.પી., કોલેરા અને એન્ટો વાયરસ જેવા વાયરસો થી છુટકારો આપે છે.

Loading...
 તાંબાના પાત્રમાં રાખેલ પાણી પીવાના ફાયદા  :

(૧) યાદશક્તિ તેજ બને છે:

દરરોજ ત્રાંબાના વાસણમાં પાણી પીવું મગજ માટે ખુબ જ લાભદાયી છે. આ પાણી થી યાદશક્તિ તેજ બને છે.

(૨) કેન્સર થી બચાવે :

તાંબા ના પાત્રમાં રાખેલ પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ પર્યાપ્ત માત્રામાં હોય છે , જે ઉંમર ના અસર ને પણ ઓછું કરે છે . તેમજ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.

(૩) ઘા રૂઝાવે :

તાંબા માં એન્ટી બેક્ટેરીયલ તત્વ હોય છે , જે ઘા ને જલ્દી ભરી દે છે . આથી તમારા શરીર પર કોઈપણ ઘા હોય તો રોજ તાંબા ના લોટામાં ભરેલું પીવો . ઘા જલ્દી જ રુઝાઈ જશે .

(૪) હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ :

તાંબા ના વાસણમાં ૮ થી ૧૦ કલાક રાખેલું પાણી પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે . તેમજ હાર્ટ પણ હેલ્ધી બને છે , જેથી હાર્ટ અટેક નું જોખમ ઘટે છે .

(૫) પાણીના બેક્ટેરિયા મારે :

તાંબા માં એન્ટી બેક્ટેરીયલ ગુણ રહેલો હોય છે , જેથી તાંબા ના પાત્ર માં પાણી ભરી રાખવાથી પાણી માં રહેલા ખરાબ બેક્ટેરિયા નાશ પામે છે . તેમજ પાણીથી થતા ઝાડા,ડાયેરિયા , તેમજ પીલીયા જેવા રોગો નો ખતરો પણ ટળે છે .

(૬) વજન ઘટાડે :

રોજ સવાર સાંજ તાંબા ના પાત્રમાં રાખેલું પાણી પીવો . તેનાથી બોડીમાં રહેલું એક્સ્ટ્રા ફેટ ઘટશે અને વજન ઘટાડવા માં તમને મદદ થશે .

(૭) સ્ક્રીનને બનાવે સ્વસ્થ:

મોટાભાગના લોકો સ્વસ્થ સ્કીન માટે અલગ અલગ પ્રકારના કોસ્મેટિક્સ નો ઉપયોગ કરે છે. તે માને છે કે કોસ્મેટિક્સ નો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થાય છે પરંતુ, આ હકીકત નથી. સ્કીન પર સૌથી વધારે પ્રભાવ તમારું ખાનપાન અને દિનચર્યાનો જ પડે છે.  એટલા માટે તમે તમારી સ્કીનને હેલ્થી બનાવવા માંગતા હોવ તો તાંબાના વાસણમાં રાત સુધી પાણી રાખી અને સવારે ઉઠીને તે પાણીને પીઓ. આમ કરવાથી તમારી સ્કીન સ્વસ્થ બનશે.

(૮) સૂક્ષ્મજીવો નો નાશ કરે છે:

તાંબાને ઓલીગોડાયનેમિક ના રૂપમાં માનવામાં આવે છે. એટલા માટે આના વાસણ માં રાખેલ પાણીનું સેવન કરવાથી હાનિકારક બેક્ટેરિયા ને સરળતાથી નાશ કરી શકાય છે. ઉપરાંત આ પાણી પીવાથી અતિસાર, ઝાડા અને કમળો જેવા રોગોના બેક્ટેરિયા પણ મરી જાય છે, પરંતુ પાણી સાફ અને સ્વચ્છ હોવું જોઈએ.

(૯) પાચનક્રિયા સુધારે :

તાંબા નાં વાસણમાં લગભગ ૮ થી ૯ કલાક રાખેલું પાણી પીવાથી તમને જો એસીડીટી તેમજ ગેસ ની તકલીફ હશે તો એ દૂર થશે . તેમજ ડાયજેશન એટલે કે પાચનક્રિયા પણ સુધરશે .

(૧૦) સ્કીનને રાખે હેલ્ધી :

રોજ રાત્રે તાંબાનાં વાસણમાં પાણી ભરી એને સવારે ઉઠીને નયણાં કોઠે પી લો . આનાથી તમારી સ્કીન ને લગતી સમસ્યાઓ દૂર થશે અને સ્કીન નો ગ્લો વધશે .

(૧૧) લોહીની શુદ્ધિ અને વૃદ્ધિ :

રોજ તાંબા ના વાસણમાં રાખેલું પાણી પીવાથી તેમાં રહેલ કોપર તમારા શરીરમાં રહેલ લોહીની ઉણપ ને દૂર કરે છે તેમજ લોહી ને શુધ્ધ પણ કરે છે . તેમજ એનીમિયા સામે પણ તમારા શરીર નું રક્ષણ કરે છે .

(૧૨) સર્દી-જુકામ થી રાહત:

ત્રાંબાના વાસણમાં ઓછામાં ઓછું ૮ કલાક સુધી પાણી લાભદાયક હોય છે. જે લોકોને સર્દી-જુકામ ની સમસ્યા કાયમ રહેતી હોય તેને તે પાણીમાં તુલસીના થોડા પાંદડા નાખી દેવા જોઈએ.

(૧૩) સાંધા ના દુખાવામાં :

રોજ સવાર સાંજ તાંબા ના વાસણમાં રાખેલું પાણી પીશો તો તમારા પગના, હાથના કે કમર ના સાંધા દુખવાની ફરિયાદ હશે એ દૂર થશે .

(૧૪) થાઈરોઈડ થી બચાવે :

તાંબા માં રહેલું કોપર થાયરોક્સીન નામનું તત્વ હોર્મોન્સ ને બેલેન્સ કરે છે . જેના લીધે થાઈરોડ નો ખતરો ટળે છે . માટે ખાસ આવી વ્યક્તિઓ એ તાંબા ના પાત્રમાં રાખેલું પાણી રોજ પીવું .

(૧૫) હૃદયને બનાવે સ્વસ્થ અને મજબૂત:

સ્ટ્રેસ આજકાલ બધા લોકોની રોજિંદી ક્રિયા નો ભાગ બની ગયો છે. એટલા માટે હૃદય રોગ અને તણાવ થી પીડાતા લોકોની સમસ્યા વધવા લાગી છે. જો તમારી સાથે આ સમસ્યા હોય તો તાંબાના જગમાં રાત્રે પાણી રાખી દ્યો અને સવારે ઉઠીને પીઓ. આ જળ પીવાથી તે શરીરમાં રક્તનું સંચાર કરે છે. કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખે છે અને હૃદય રોગો દૂર છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here