Loading...

ઈયરફોન પર મોટા અવાજમાં ગીતો સાંભળવાવાળા થઇ જાઓ સાવધાન…

0
56
Loading...

ઈયરફોન પર મોટા અવાજ માં ગીતો સાંભળવાવાળા થઇ જાઓ સાવધાન. આજકાલના સમયમાં દરેક જગ્યાએ તમને લોકો કાનમાં ઈયરફોન લગાવીને દેખવા મળશે. લોકો સફર માં ટાઈમપાસ કરવા માટે પણ ઈયરફોન લગાવી લે છે. બસ, ઓટો, ટ્રેન અથવા રીક્ષા, દરેક જગ્યાએ લોકો તમને ઈયરફોન લગાવેલા મળશે. પણ તમે જાણો છો કે ઈયરફોન નો સૌથી વધારે ઉપયોગ કરવો તમારા કાન માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એક સંશોધન નું માનીએ તો ઘણા સમય સુધી અને મોટા અવાજ માં ગીતો સાંભળવા થી શરીર થી જોડાયલી કેટલીક મુશ્કેલીઓ થઇ શકે છે. આજે અમે તમને જણાવીશું કે મોટા અવાજ માં ગીતો સાંભળવા પર કઈ-કઈ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તમારે.

1.ઓછું સંભળાવવું:

સતત લાંબા સમય સુધી ઈયરફોનથી ગીત સાંભળવાથી વ્યક્તિના કાનમાં બહેરાશ આવી શકે છે. અને તેના કારણે સમય જતા સાંભળવાની ક્ષમતા પણ ઓછી થતી જાય છે. લોકો હંમેશા ટ્રાવેલ કરતા સમયે મોટા અવાજ માં મ્યુઝીક સાંભળવાનું પસંદ કરતા હોય છે. વધારે સમય સુધી મોટા અવાજ સાથે મ્યુઝીક સાંભળવાથી તમારા કાન ધ્રુજવા લાગે છે, જેનાથી બહેરાશ અને સાંભળવામાં તકલીફ થઈ શકે છે. તેથી મ્યુઝીક હંમેશા ધીમા અવાજ માં સાંભળવું જોઈએ.

Loading...

2.મગજ પર ખરાબ અસર:

ઈયરફોન થી અત્યંત જોખમી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે .જે મગજ ના કોષો પર સીધી અસર કરે છે. લાંબા સમય સુધી ગીતો સાંભળવા મગજ પર પણ ખરાબ અસર કરે છે. જેનાથી તમે ડીપ્રેશન ના દર્દી પણ થઈ શકો છો. એટલું જ નહિ તેના સિવાય કાન નો દુખાવો, માથાનો દુખાવો અને ઊંઘ ના આવવી જેવી સમસ્યા થઈ શકે છે.

3. હ્રદય ની બીમારી:

મોટા અવાજે ગીતો સાંભળવાથી માત્ર કાનને જ નહીં પણ લોકોના હૃદયને પણ નુકસાન પહોંચી શકે છે.. મોટા અવાજ માં ગીતો સાંભળવાથી હાર્ટબીટ તમારી સામાન્ય ઝડપ થી વધારે ઝડપી ચાલવા લાગે છે. આવું થવાથી તમારું હ્રદય રોજ રૂટીન ના કામ કરતા સમયે ધીમું પડી જાય છે. હ્રદય ને ધીમું કામ કરવું હ્રદય થી જોડાયેલી બીમારીઓ ને આમંત્રણ આપે છે.

4.બહેરાશ:

સામાન્ય રીતે આપણી સાંભળવાની ક્ષમતા 90 ડેસેબલ હોય છે. એક અભ્યાસ અનુસાર, જો કોઈ વ્યક્તિ એક દિવસમાં બે કલાકથી વધુ સમય માટે 90 ડિસેબલથી વધારે અવાજમાં ગીત સાંભળતું હોય તો તે બહેરાશનો ભોગ બનવાની સાથે અન્ય મોટા રોગોની ઝપેટમાં આવી શકે છે. જો સતત ઈયરફોન સાંભળવામાં આવે તો 40 થી 50 ડેસેબલ સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

5.કેન્સર નું જોખમ:

ડોકટરો નું માનીએ તો એક ઉંમર પછી ઘણા સમય સુધી ગીતો સાંભળવાથી તમને કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. જો તમે મોટા અવાજ માં ગીતો સાંભળો છો તો શરીર ના અંદરના કોષોને તકલીફ પહોંચે છે અને તમે આ ગંભીર બીમારીની પકડમાં આવી જશો. એટલું જ નહિ તેનાથી વધારે સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ચક્કર આવવા, કાન માં ઝણઝણાટ થવું, કાન ના પડદા ને નુક્શાન પહોચવું અને છન-છન નો અવાજ આવવો. તેથી જેટલું જલ્દી થઈ શકે મોટા અવાજ માં ગીતો સાંભળવાની ટેવ ને છોડી દેવી જોઈએ.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

https://www.gujaratimidday.com/lifestyle/articles/overuse-of-earphone-may-harm-ears-and-heart-too-100261

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here