Loading...

વાંચો રાઈના દાણાનું જાદુ…રાઈના દાણા બદલી શકે છે તમારું નસીબ…

0
2666
Loading...

સામાન્ય રીત રાઈ નો મુખ્ય ગુણ પાચક હોય છે. અને આ સિવાય શું તમે જાણો છો ભોજનના સ્વાદ વધારવાની સાથે સાથે રાઈ તમને ઘણી વખત ખરાબ નજરથી પણ બચાવી શકે છે એવું માનવામાં આવે છે. અને આ સિવાય રાઈ વિશેની કેટલીક બાબતો અહી આ લેખમાં જણાવેલી છે કે જે વ્યક્તિના ધારેલા કાર્ય બહાર પાડવા અથવા તો ખરાબ નજરથી બચવા માટે કઇ રીતે રાઈ કામ લાગે એ આ લેખમાં નીચે દર્શાવવામાં આવેલું છે.

એવું માનવામાં આવે છે કે જો તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી ગાય હોય તો ઘણી વખત રાઈનો ઉપયોગ કરીને નજર ઉતારી શકો છો. અને તે માટે રાઈ ના ૭ દાણા લો અને તેની સાથે સાથે લાલ મરચા અને મીઠું આમ આ ત્રણેય ચીજોને પીડિતના માથેથી ૭ વાર ફેરવીને ઉતારી લો અને એને અગ્નિ માં નાખી દેવા જોઈએ. અને આ સિવાય અગ્નિ માટે આંબાની ડાળીનો ઉપયોગ કરવો જોઈએ. અને આ કાર્ય જમના હાથે જ કરવું જોઈએ. અને અહી એક ખાસ વાત એ કે આ કાર્ય કરતી વખતે નજર ઉતારનારા વ્યક્તિને કોઈએ પણ ટોકવું જોઈએ નહિ.

અન્ય એક સારો એવો ઉપાય એ છે કે, જો તમારા કામમાં અડચણ આવતી હોય તો આ બાધાને દુર કરવા માટે ગુરુવારના દિવસે રાઈનું દાન કરવું જોઈએ. અને આ કાર્ય કરવું એ ઘણું બધું શુભ માનવામાં આવે છે. આમ આ કાર્ય કરવાથી એવું માનવામાં આવે છે કે, તમારી મુશ્કેલીઓ ફૂર થતી જોવા મળે છે અને સાથે સાથે દરેક કામ માં સફળતા પણ મળતી જોવા મળે છે.

Loading...

અમુક વખત એવું પણ બને છે કે મહેનત કરવા છતાં નસીબ ઘણી વખત તમારો સાથ ન આપતું હોય અને દુર્ભાગ્ય તમારો પીછો ન છોડતું હોય તો તમે રાઈનો ઉપયોગ કરીને સારા દિવસો પાછા મેળવી શકો છો. એ માટે એક ઘડામાં પાણી ભરીને તેમાં રાઈના પત્તા નાંખો અને આ જળથી સ્નાન કરનારનું દુર્ભાગ્ય દુર થતું ઘણી વખત જોવા મળે છે.

ઘણી વખત પરિવારમાં કોઈક વ્યક્તિને બહુ જ ગુસ્સો આવતો હોય અથવા તો સ્વભાવ ચીડિયો રહેતો હોય તો તે સમય દરમ્યાન પણ રાઈ તમારી ઘણી મદદ કરી શકે છે. પરિવારના આ સભ્યના માથેથી રાઈ અને મરચા સાત વાર ફેરવી લો અને ફેકી દો. અને થોડા જ સમયમાં એમના સ્વભાવમાં ઘણું પરિવર્તન જોવા મળશે.

આમ આ ઉપાયો સિવાય અન્ય એ કે રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે. અને આ સિવાય અન્ય એક રાઈ ના ઉપાય તરીકે રાઈ લેપમાં અમુક વખત કપૂર મેળવી કપાળ પર લગાડવામાં આવે તો માથાના દુખાવામાં ઝડપથી આરામ મળે છે. અને આ ઉપરાંત હકીકતમાં, જ્યોતિષવિદ્યા અનુસાર રાઈનો ઉપયોગ કેટલાક પગલાં અને યુક્તિઓમાં પણ ઘણી વખત કરવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે જો રાયનો ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં ઘણા મોટા અવરોધ પણ દૂર કરી શકે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here