Notice: Undefined index: fb_page in /home/admin/domains/khedu.in/public_html/wp-content/plugins/wp-custom-pages/wp-custom-pages.php on line 181
ગરદનની કાળાશથી મેળવો છૂટકારો આ સરળ ઘરેલુ ઉપાયથી – Khedu Khedu ~ દોડે એની દુનિયા

ગરદનની કાળાશથી મેળવો છૂટકારો આ સરળ ઘરેલુ ઉપાયથી


બધા લોકો પોતાના ચહેરા અને હાથ-પગ ને ચમકાવવા ઘણા ઉપાયો કરતા હોય છે. આવી જ રીતે આપણી ગરદન કે પીઠ પર પણ કાળાશ જોવા મળતી હોય છે.

ગરમીની ઋતુમા આકરો તડકો, ધૂળ-માટી ને કારણે ગરદન અને પીઠ કાળી પડી જાય છે. જેના કારણે કેટલીક વખત અન્ય લોકોની સામે શરમ પણ આવતી હોય છે.

ગરદન અને પીઠની કાળાશ દૂર કરવા માટે લોકો ઘણો વખત કેટલાક કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. જે ખૂબ કીમત મા પણ ખુબ જ મોંઘા હોય છે. એવામા કેટલીક ઘરેલુ વસ્તુઓ ના ઉપયોગથી પણ ગરદન અને પીઠને ચમકદાર અને ગોરી કરી શકાય છે.

કાકડીનો રસ

કાકડીનો ઉપયોગ ખાસ કરીને લોકો સલાડ તરીકે કરતા હોય છે. પરંતુ શુ તમને ખબર છે કે તેના ઉપયોગથી કાળી ગરદન અને પીઠને પણ ચમકદાર અને ગોરી કરી શકાય છે. ગરદનની કાળાશને દૂર કરવા માટે સૌપ્રથમ કાકડીને પીસી લો અને તેનો રસ કાળી ગરદન પર લગાવો. રસ લગાવ્યા બાદ ગરદન અને પીઠ પર હળવા હાથથી મસાજ કરો. આમ કરવાથી ગરદનની કાળાશ સરળતાથી દૂર થઈ જાશે.

લીંબુનો રસ

લીંબુમા નેચરલ બ્લીચિંગના ગુણ રહેલા હોય છે. કાળી ગરદનને ચમકાવવા માટે લીંબુનો માત્ર અડધો ટૂકડો લઇને તેને ધીમે-ધીમે ૫ થી ૧૦ મિનિટ માટે ગરદન અને પીઠ પર હળવા હાથે ઘસો. આ ઘરેલુ ઉપાય ૪ થી ૫ દિવસ સુધી નિયમિત કરો. કાળી ગરદનમા ચોક્કસ રાહત મળશે.

દહીં

દહીં શરીર પરની ચામડીની કાળાશ દૂર કરવામા ખૂબ ઉપયોગી ગુણધર્મો ધરાવે છે. તેમા રહેલા ગુણ પ્રાકૃતિક રીતે ચામડી પરના ડાઘ, ધબ્બા અને કાળાશ દૂર કરવાનુ કામ કરે છે. ગરદન અને પીઠની કાળાશ સહેલાઈ થી દહીંનો ઉપયોગ કરી દુર કરી શકાય છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા અને પાણીને યોગ્ય રીતે મિશ્ર કરીને પેસ્ટ બનાવી લો અને તેને ગરદન તેમજ પીઠ પર યોગ્ય રીતે લગાવી દો. થોડી વાર પછી ગુલાબ જળની મદદથી તેને ધીમે-ધીમે હળવા હાથે સાફ કરી લો.

મધ અને ટામેટું

ટામેટુ ચામડીમા ચમક લાવવામા અને મધ ચામડીને મોઇશ્ચરાઇઝ કરવામા મદદ કરે છે. આ બન્નેને મિશ્ર કરીને લગાવવાથી ગરદન અને પીઠની કાળાશ સહેલાઈ થી દૂર કરી શકાય છે. મધમા ટામેટાનો રસ મિશ્ર કરીને ૨૦ મિનિટ માટે ગરદન અને પીઠ પર લગાવો. થોડાક દિવસ નિયમિત રીતે આ ઉપાય કરવાથી ચામડીનો ગોરી અને ચમકવા લાગશે.

નારંગીનો પલ્પ

નારંગીમા વિટામિન સી ભરપુર પ્રમાણમા રહેલુ હોય છે. જે ચામડીમા ચમક લાવવામા ખૂબ ફાયદાકારક છે. સૌ પ્રથમ નારંગીના પલ્પને સૂકવીને તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને દૂધમા મિશ્ર કરીને ગરદન અને પીઠ પર યોગ્ય રીતે લગાવો. થોડીક વાર બાદ તેને પાણીથી સાફ કરી નાખો. આમ કરવાથી ગરદન ગોરી અને ચમકવા લાગશે.

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

The post ગરદનની કાળાશથી મેળવો છૂટકારો આ સરળ ઘરેલુ ઉપાયથી appeared first on MojeMastram.



Source link

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*