દેશ હોય કે વિદેશ દરેક માણસ ધરમપાજી ને તો ઓળખે છે. આ સિવાય જ્યારે આપણે ધર્મેન્દ્રજી ની ઉંમર ની વાત કરીએ તો તે ૮૩ વર્ષ ના થયા છે પરંતુ તેમને જોઈને એવું નથી લાગતું. આ પાછળ નુ એકમાત્ર કારણ છે તેમની જીવનશૈલી. કરોડો રૂપિયા હોવા છતાં પણ તે તેમના પરિવાર સાથે દેશી જીવન જીવવાનુ પસંદ કરે છે.
મુંબઇ થી દૂર ધરમપાજી નુ પોતાનું ફાર્મ હાઉસ છે અને જ્યાં તેઓ તેમના સંતાનો સની, બોબી, ઇશા તેમજ પોતાની પત્ની હેમા માલિની સાથે રહે છે. હાલ તેઓ પોતાનો સમય અહિયાં જ પસાર કરે છે. તેમના આ ફાર્મ હાઉસ મા તેઓએ ગાયો રાખી છે અને ત્યાં ગાયો નુ દૂધ કાઢે છે. તેમને નિયમિત ખવડાવે છે, ટાંકી માથી પાણી ખેંચે છે અથવા તેને કૂવા માથી ખેંચી ને કાઢે છે.
આ સાથે જ તેઓ પોતાના માટે તાજી-તાજી શાકભાજી પણ ઉગાડે છે જેના માટે તેમણે ઘણા લોકો ને કામે પણ રાખ્યા છે. આ ફાર્મ હાઉસમા ગાય સિવાય નાના-નાના પક્ષીઓ પણ છે અને તેઓ તેમની ખૂબ જ સંભાળ રાખે છે. ઘણીવાર ધરમપાજી સોશ્યલ મીડિયા પર પોતાના ફોટા શેયર કરતા રહે છે. તેઓ જે રીતે કામ કરે છે અને રહે છે તેના થી તેમની ઉંમર નો ખ્યાલ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે.
શરૂઆત થી જ પોતાની દેશી જીવનશૈલી, ઘી અને દૂધ ના સેવન થી તેમનું સ્વાસ્થ્ય ઘણુ સારું થઇ ગયું છે. એ ઘણી સખત મહેનત પણ કરે છે. મોટી વાત તો એ છે કે તેમના પુત્ર સન્ની ને પણ આવી જ જીવનશૈલી પસંદ છે જેના લીધે તે પણ અહીં આવતો રહે છે. આખા કુટુંબ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાઈરલ કરવામા આવે છે. તેમની આ તસ્વીરો મા તમે ધરમપાજી ની પોતાનો એક અલગ જ અંદાજ છે તે જોશો.
Be the first to comment