વિશ્વમા તમે ઘણા વ્યક્તિઓ ને જોયા હશે કે જેમના ચહેરા એકબીજા થી મળતા હોય છે. વિજ્ઞાન નું પણ માનવું છે કે ઘણા માણસો એક-બીજા જેવા લાગે છે અને તે વિશ્વમા અસ્તિત્વ ધરાવે છે. જો તમને આ વિશે ખાતરી નથી, તો આજે અમે તમને આવી જ કેટલીક તસ્વીરો બતાવીશું, જોયા બાદ તમને પણ આ અંગે ખાતરી થઈ જશે. આજ ના આ આર્ટીકલ મા અમે તમને ફિલ્મ જગત અને ટી.વી જગત ના કેટલાક પ્રખ્યાત સ્ટાર્સ નો પરિચય આપીશુ કે જેમનો ચહેરો એકબીજા સાથે ખૂબ જ મળતો આવે છે.
કરિશ્મા તન્ના – દીપિકા પાદુકોણ
પ્રખ્યાત ટી.વી કલાકારા કરિશ્મા તન્ના એકદમ દીપિકા પાદુકોણ જેવી જ લાગે છે. કરિશ્મા ની ઊંચાઈ, અદા અને બીજી ઘણી સમાનતાઓ દીપિકા જેવી જ છે.
ડિમ્પી ગાંગુલી – શર્મિલા ટાગોર
જો તમે રાહુલ મહાજન ની એક્સ પત્ની ડિમ્પી ગાંગુલી ને ધ્યાનપૂર્વક જોશો તો તે એકદમ શર્મિલા ટાગોર જેવી જ લાગે છે. લુક ની બાબત મા બંને જોડિયા લાગે છે.
દીપશિખા નાગપાલ – પરવીન બાબી
દીપશિખા ટી.વી ના સીરીયલો મા અને ફિલ્મો બન્ને મા કામ કર્યું છે. તે આ ફિલ્મ જગત ની એક પ્રખ્યાત અભિનેત્રી છે. દીપશિખા પ્રખ્યાત અભિનેત્રી પરવીન બાબી ની ઝલક જોવા મળે છે.
લીના જુમાની – તમન્નાહ ભાટિયા
લીના ટી.વી સીરિયલ “કુમકુમ ભાગ્ય” મા એક નકારાત્મક ભૂમિકા નિભાવી રહી છે. તે લૂક મા સાઉથ ની પ્રખ્યાત અભિનેત્રી તમન્ના ભાટિયા જેવી જ લાગે છે.
ગુંજન બક્ષી – પ્રિયંકા ચોપડા
ગુંજન બક્ષી એક ટી.વી. સીરીયલ ની અભિનેત્રી છે. તેમની આ તસ્વીર બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે ખૂબ જ મળતી આવે છે.
ગૌતમ ગુલાટી – વરૂણ ધવન
બિગ બોસ ના વિજેતા ગૌતમ ગુલાટી અને વરૂણ ધવન નો ચેહરો એકબીજા ઘણો મળતો આવે છે.
પૂજા ગૌર – જેકલીન ફર્નાન્ડિઝ
ટી.વી. સિરિયલ “પ્રતિજ્ઞા” થી નામના મેળવી ને પ્રખ્યાત થયેલી પૂજા શ્રીલંકા ની બ્યુટીક્વીન જેકલીન ફર્નાન્ડિઝ ની સાથે ખૂબ મળતી આવે છે.
કરિશ્મા કોટક – નરગીસ ફાખરી
નાના પડદા ની અભિનેત્રી અને મોડેલ કરિશ્મા કોટક ની આ તસ્વીર બોલિવૂડ ની અભિનેત્રી નરગીસ ફાખરી સાથે મળતી આવે છે.
શબ્બીર આહલુવાલિયા – રાણા ડગ્ગુબાતી
જો ‘બાહુબલી’ના ભલ્લાદેવને બદલવામાં આવે તો તેમના જેવા દેખાતા અભિનેતા નાના પડદે હાજર હોય છે. શબ્બીર આહલુવાલિયા લુકની દ્રષ્ટિએ બરાબર રાણા ડગ્ગુબાતી જેવા લાગે છે.
Be the first to comment