દહીં ખાધા પછી એક-દોઢ કલાક બાદ જ દૂધ લેવું જોઈએ.
દૂધ સાથે સાથે દહીં ક્યારેય ન ખાવું જોઈએ.
દૂધમાંથી ઘણાં પોષક તત્વો મળી રહે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે, આ વાત તો આપણે બધાં સારી રીતે જાણીએ જ છીએ. પરંતુ દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે એ વાત બહુ ઓછા લોકો ને ખબર હશે.
આજે આપણે જાણીએ આવી જ વસ્તુઓ વિશે, જેને ભૂલથી પણ દૂધ સાથે ન ખાવી જોઈએ.
– દૂધ પીધા બાદ કે પહેલાં ક્યારેય ફળો ન ખાવાં જોઈએ. દૂધ સાથે અનાનસ, સંતરાં જેવાં ખાટાં ફળ ખૂબ જ નુકસાન કરે છે. તેનાથી પાચનની અને ઉલટીની સમસ્યાઓ પણ થઈ શકે છે.
– આ સીવાય દૂધ અને કેળાં પણ સાથે ન લેવાં જોઇએ કારણકે આ બંન્ને થી કફ ની સમસ્યા રહે છે. બંન્ને સાથે ખાવાથી કફની સમસ્યા થાય છે અને પાચન પર પણ તેની ગંભીર અસર થાય છે.
– દૂધ સાથે સાથે દહીં ક્યારેય ન ખાવું જોઈએ. તેનાથી એસિડિટી, ગેસ અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. દહીં ખાધા પછી એક-દોઢ કલાક બાદ જ દૂધ લેવું જોઈએ.
– અડદની દાળ સાથે ભૂલથી પણ દૂધનું સેવન ન કરવું જોઈએ.
કેટલાક લોકો નાશ્તામાં દૂધ ની સાથે બ્રેડ અને બટર પણ લેતા હોય છે
– કેટલાક લોકો નાશ્તામાં દૂધ સાથે બ્રેડ અને બટર પણ લેતા હોય છે, પણ દૂધ સંપૂર્ણ ખોરાક છે. એટલે આ દૂધ સાથે આ બધી વસ્તુઓ ખાવાથી પેટ ભારે થઈ જાય છે અને શરીરમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટની માત્રા ખુબ જ વધી જાય છે.
– દૂધ સાથે ક્યારેય પણ તલ ન ખાવા જોઇએ.
– દૂધ સંપૂર્ણ આહાર છે. તેમાં વિટામિન, પ્રોટીન, લેટોક્સ, શુગર અને મિનરલ બધાં જ તત્વ મળી રહે છે. તેની સાથે તળેલાં કે શેકેલાં નમકીન ખાવામાં આવે તો તેનું પાચન સરળતાથી થઈ શકતું નથી. તેનાથી ચામડી ના રોગ ની સમસ્યા થઈ શકે છે.
– દૂધ અને માછલીને ક્યારેય પણ સાથે ન ખાવાં જોઇએ કારણકે તેનાથી ગેસ, એલર્જી અને ત્વચા સંબંધિત અનેક બિમારીઓ થઈ શકે છે.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….
The post દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, થઈ શકે છે ગેસ, એસિડિટી અને ઉલટી appeared first on MojeMastram.