નસ પર નસ ચડી જવી કે માસ-પેસિઓમાં ખેંચાણની સમસ્યા છે? તો કરો આ ઘરેલું ઉપાય

નસ ચઢી જવી એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાંય પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થતો હોય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જાય તો વ્યક્તિ તેને સહન નથી કરી શકતા, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી આ સમસ્યા ને ઠીક કરી શકાય છે.

– શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય અથવા તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું આવું કરવાથી થોડા જ સમયમાં દુખાવો મટી જશે.

– જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય તો તમે પગ નીચે ઓશીંકા રાખીને સુવો આનાથી તમને ચોક્કસ રાહત મળશે.

– જો તમારી પગની નસ ચઢી જાય તો તમારા જે પગની નસ ચઢી છે તે તરફના હાથની વચ્ચેની આંગળીથી નખના નીચેના ભાગને દબાવો અને છોડો જ્યાં સુધી ઠીક ન થઈ જાય ત્યાં સુધી આવું કરતા રહો.

– જયારે નસ ચઢે ત્યારે હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે.

– દુખાવાથી રાહત મેળવવા માટે તમે તે જગ્યા પર બરફ થી શેક પણ લઈ શકો છો. ઠંડા શેક થી નસ ઉતરી જાય છે અને દુખાવો પણ દૂર થાય છે.

– આ માટે મીઠા સિવાય તમે કેળાનું સેવન પણ કરી શકો છો. કેળાના સેવનથી દુખાવામાં ફાયદો મળશે. કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોવાના કારણે આ દુખાવામાં લાભ મળી શકે છે. કેળાના સેવનથી શરીરની બધી કમીઓ દૂર થાય છે.

– વજન ઘટાડો અને રોજ ચાલવા માટે જાઓ. તેનાથી પગની નસો મજબૂત બને છે.

– ફાઈબર યુક્ત ભોજન જેવા કે રોટલી, બ્રાઉન બેડ, શાકભાજી તેમજ ફળોનું સેવન કરો.

– મેંદા તેમજ પાસ્તા જેવા રિફાઈન્ડ ફૂડ ખાવાનું ટાળો. લીંબુ પાણી, નારિયેળ પાણી નું સેવન કરો.

 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

The post નસ પર નસ ચડી જવી કે માસ-પેસિઓમાં ખેંચાણની સમસ્યા છે? તો કરો આ ઘરેલું ઉપાય appeared first on MojeMastram.