શું આપ પીરિયડસ ની અનિયમિતતા થી ચિંતિત છો? તો કરો સરળ ઉપાય

શું આપ પીરિયડસ ની અનિયમિતતા થી ચિંતિત છો? તો આ સરળ ઘરેલુ ઉપાયથી તમને મળશે રાહત.

આજકાલ અનિયમિત પીરિયડસ પણ મહિલાઓને સતાવતી એક મોટી સમસ્યા છે. જયારે 12-13 વર્ષની કિશોરીવસ્થા ની શરૂઆત માં પીરિયડસ આવવાનું શરૂ થાય ત્યારે આ શરૂઆતના સમયગાળામાં અનિયમિત હોય છે. પરંતુ બે-ત્રણ વર્ષ પછી પણ જો પીરિયડસ નિયમિત ન થાય તો એ ચિંતાજનક કહેવાય. મેડિકલની ભાષામાં માસિક ધર્મની અનિયમિતતાને ‘ઓલિગોમેનોરહિ’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે 21-35 દિવસની પીરિયડસ ની સાયકલ હોય છે.

પીરિયડસમાં અનિયમિતતા આવવાનું કારણ છે, હાર્મોનલ અસુંતલન, એનીમિયા, ડાયાબીટિશ, થાઇરોઇડ, લીવરની સમસ્યા, એક્સરસાઈઝને અચાનક વધારી દીધી હોય, ધૂમ્રપાન, આલ્કોહોલ, કેફીન, વધુ માત્રામાં લેવું. તણાવ માં રહેવું અથવા તો ગર્ભનિરોધક દવા લેવી.

જો આપ પણ પિરિયડની અનિયમિતતાને કારણે ચિંતિત હો તો અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય. ચોક્કસ પરિણામ જોવા મળશે.

ગાજરના જ્યુસનું સેવન

ગાજરમાં ભરપૂર માત્રમાં આયર્ન હોય છે. અનિયમિત પીરિયડસ માટે ગાજરનું જયુસ ફાયદાકારક છે. નિયમિત ત્રણ મહિના સુધી એક ગ્લાસ ગાજરનું જ્યુસ પીવો, પીરિયડસની અનિયમિતતાની મુશ્કેલીથી છૂટકારો મળશે.

વરિયાળી નું સેવન

વરિયાળીમાં એન્ટીસ્પાસ્મોડિક તત્વ આવેલું હોય છે. જે પીરિયડસને નિયમિત રાખવામાં લાભદાયી થાય છે. આટલું જ નહીં તે ફીમેલ સેક્સ હોર્મોન્સને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

કાચું પપૈયું ખાવું

કાચું પપૈયું પણ આ સમસ્યામાં શ્રેષ્ઠ ઉપાય છે. રોજ કાચું પપૈયું ખાવાની ટેવ પાડો. કાચું પપૈયું ખાવાથી પીરિયડસ નિયમિત થશે તેમજ પીરિયડસ દરમિયાન થતી પીડા થી પણ ખુબ જ રાહત મળશે.

ફુદીના નું સેવન

એક ચમચી સૂકા ફુદીનાને મધ સાથે મિશ્ર કરીને પીવો. પીરિયડસની અનિયમિતતા માં તે ફાયદાકારક પ્રયોગ છે. આ એક શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર પણ છે.

હળદર નું સેવન

હળદર નું કામ શરીરમાં ગરમી પેદા કરવાનું છે. હળદર પીરિયડસને નિયમિત કરવામાં મદદ કરે છે અને હોર્મોન્સને નિયંત્રિત પણ કરે છે. તેમાં એન્ટીસ્પાસ્મોડિક અને એન્ટીઇફ્લેમેટરી જેવા તત્વ રહેલા હોય છે. જે પીરિયડ દરમિયાન થતી પીડાને ખુબ જ ઓછી કરે છે અને પીરિયડસને નિયમિત કરવામાં મદદ કરે છે. નિયમિત દૂધમાં હળદર નાંખીને પીવો, પીરિયડસ નિયમિત થઇ જશે.

આદુ નું સેવન

પીરિયડને નિયમિત કરવા માટે આદુ ને પણ અકસીર ઈલાજ ગણવામાં આવે છે. આદુનું સેવન કરવાથી પીરિયડસ દરમિયાન થતો દુખાવો ઓછો કરી શકાય છે. અડધી ચમચી આદુને ખાંડીને એક કપ પાણીમાં સાત મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણમાં યોગ્ય પ્રમાણ માં ખાંડ ઉમેરો અને જમ્યા બાદના સમયમાં દિવસમાં ત્રણ વખત આ મિશ્રણ ને પીવો, એક મહિના આ મિશ્રણ નું સેવન કરો. પીરિયડસ નિયમિત કરવામાં ચોક્કસ મદદ કરશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

The post શું આપ પીરિયડસ ની અનિયમિતતા થી ચિંતિત છો? તો કરો સરળ ઉપાય appeared first on MojeMastram.