શું એ સાચું છે કે ભૂખ્યા રહેવાથી વજન ઉતરે? જાણો

જ્યારે જ્યારે વજન ઉતારવાનો વિચાર કરીએ ત્યારે દરેક વ્યક્તિ ઓછું ખાવાનું જ વિચાર કરવા લાગે છે. પરંતુ ઉપવાસ કરવાથી અથવા ભૂખ્યા રહેવાથી જે વજન ઉતરે છે તે તરત જ પાછુ વધી જતું હોય છે.

ઉપવાસ પત્યા પછી ઘણું સાચવવા છતાં પણ વજન તો લગભગ પાછુ વધી જ જાય છે. માટે જ ઉપવાસ કરીને વજન ઉતારવાના જમાના હવે નથી રહ્યો.

દિવસ દરમિયાન દર બે કલાકે જો પોષણયુક્ત ખોરાક લેવામાં આવે તો વજન ઉતરે છે, સાથે શરીરમાં તાકાત રહે છે. આ ઉપરાંત વાળ, સ્કીન વગેરે પણ સુંદર તો બને જ છે.

દિવસ દરમિયાન શરીરને જોઈતાં પોષકતત્ત્વોને જોઈતી કેલેરીવાળા ખોરાક સાથે મિક્સ કરીને એક બેલેન્સ ડાયટ પ્લાન તૈયાર કરવું જોઈએ.

આ પ્રકારનું બેલેન્સ ડાયટ ફોલો કરવામાં આવે તો વ્યક્તિનું વજન તો ઉતરશે જ પણ તે એક સ્વસ્થ જીવશૈલી તરફ પણ આગળ વધશે.

ઘણીવાર રોજીંદા જીવનમાં નાના નાના ફેરફાર કરવામાં આવે તો પણ વજન ઉતારી શકાય છે. તો ચાલો અપને જાણીએ કેવી રીતે?

દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2થી 3 ફળોનો ઉપયોગ કરવોજ જોઈએ. ફળ બને ત્યાં સુધીજુદી જુદી પ્રકારના વાપરવા. દરેક ફળમાં જુદા જુદા પોષકતત્ત્વો આવેલા હોય છે માટે જો સવારના સમયે કેળું લો તો બપોરના સમયે પપૈયુ અથવા સફરજન લઈ શકાય.

આમ જુદા જુદા ફળો ખોરાક માં લેવા જરૂરી છે. ઉપરાંત સીઝન મુજબ ફ્રૂટ વાપરવાનું ભૂલશો નહીં સીઝનમાં ઉગતાં ફળો જેમ કે બદામ, ખજૂર, ફાલસા, જાંબુ, રાયણ, બોર, પણ સીઝન પ્રમાણે જરૂરથી ખાવા જોઈએ.

આ ઉપરાંત ઘણીવાર ખોરાકની સાથે ફળ લેવાથી ગેસ અપચો માં પણ રાહત મળે છે. બને ત્યાં સુધી જમવા સાથે અથવા જમ્યા પછી તરત જ ફળોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

 

દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ.

ઘણીવાર પાણી પીવાનું યાદ આવતું જ નથી અથવા તરસ લાગતી જ નથી તો આવા સમયે દરરોજ સવારે 2 ગ્લાસ પાણી પીવું જોઈએ, રાત્રે સુતા પહેલાં 2 ગ્લાસ પાણી પીવું જોઈએ. બપોરે 1 ગ્લાસ પાણી પીવો તથા જ્યારે યાદ આવે ત્યારે એક સાથે જ બે ગ્લાસ પાણી પી લેવાનું.

 

દિવસ દરમિયાન ઓછામાં ઓછું 1 વાટકો જાડી દાળ અથવા કઠોળ ખાવાનું આગ્રહ રાખો.

ઘણીવખત આપણે સવારના નાસ્તામાં મગ અથવા દાળ વાપરવાનો આગ્રહ રાખતા હોઈએ, પરંતુ સવારના નાસ્તામાં દાળ અથવા કઠોળનો ઉપોયોગ કરવાથી દિવસ દરમિયાન ભૂખ ઓછી લાગે છે.

વળી દાળ જાડી જ વાપવરાનો આગ્રહ એટલે રાખવો જોઈએ, કારણ કે પાતળી દાળમાં સ્વાદ પણ ઓછો આવતો હોવાથી ઓછી ખવાય છે અને પોષણ પણ ઓછું મળે છે.

 

ખોરાકમાં કાર્બોદિત પદાર્થો ખુબ જ મહત્ત્વના છે.

જેવી રીતે પ્રોટીન મહત્ત્વનું છે તેવી જ રીતે શક્તિ માટે કાર્બોદિત પદાર્થો જરૂરી છે. પરંતુ તેમને વધુ પડતાં લેવાની જરૂર હોતી નથી. માટે જ રોટલી, ભાખરી, ઘઉંની બ્રેડ વગેરે બંધ ના કરતાં જરૂર પ્રમાણે ઈ પણ ખાવાનું ચાલુ જ રાખવું.

આમ, શરીરને જોઈતા દરેક પોષકતત્ત્વો શરીરને દરરોજ મળતા રહેવા જોઈએ, ફક્ત સપ્તાહમાં એક વખત રોટલી, દાળ, ભાત, શાક ખાવા અને બીજા દિવસોમાં ઉપવાસ કરવાથી આપણે શરીરને નુકસાન કરીએ છીએ.

દિવસમાં દર બે કલાકે શરીરને પોષણ આપતો ખોરાક લેવા જોઈએ. તેમાં તેલ, ઘીનું તથા ખાંડનું પ્રમાણ ઓછું કરી દેવું જોઈએ.

ફાસ્ટફુડ ખાવાનું બંધ કરો અથવા સપ્તાહમાં એક જ વખત ખાવું તેવું નક્કી કરી લો. જો આ પ્રમાણેનું જ ખાવાનું ધ્યાન બાળકોનું પણ રાખવામાં આવે તો તેઓ પણ નાનપણથી જ હેલ્ધી અને ફીટ બનશે અને સાથે સાથે પણ ઓબેસીટીથી દૂર રહેશે.

 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

 

The post શું એ સાચું છે કે ભૂખ્યા રહેવાથી વજન ઉતરે? જાણો appeared first on MojeMastram.