Loading...

જાણો કેવી રીતે થયું રાધાજીનું મૃત્યુ અને કેમ ભગવાન શ્રીકૃષ્ણએ તોડી નાખી હતી પોતાની વાંસળી??? વાંચો રાધા કૃષ્ણની અમર પ્રેમકથા…

0
346
Loading...

મિત્રો રાધા અને કૃષ્ણ ના પ્રેમ ને તો આખી દુનિયા જાણે છે. રાધા અને કૃષ્ણ એક બીજા સાથે ખુબ જ પ્રેમ કરતા હતા એના પ્રેમ ની યાદી માં આજે વૃંદાવન માં ઘણા મંદિર બનેલા છે. રાધા અને કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનો મિલન કહેવામાં આવે છે. રાધા કૃષ્ણને એક બીજા વગર અધૂરા માનવામાં આવે છે, ત્યારે તો તમામ ભક્ત કૃષ્ણને રાધા કૃષ્ણના નામથી યાદ કરે છે. તે બન્ને નામ એક બીજા માટે જ બન્યા છે અને તેને કોઈ જુદા નથી કરી શકાતા. માત્ર તે નામ જપવાથી જીવન રૂપી નાવ પાર પડી જાય છે.

કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની બે જ વસ્તુ સૌથી પ્રિય હતી. આ બંને વસ્તુઓ પણ એકબીજા સાથે જોડાયેલી હતી બાંસુરી અને રાધા. અને એ બન્નેનો પ્રેમ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. પરંતુ શું તમે જાણો છો? ત્યારે શું થયું હતું, જયારે શ્રી કૃષ્ણ રાધાને છોડીને જતા રહ્યા? રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને તેમની છેલ્લી ઈચ્છા શું હતી? નહિ, તો આવો અમે તમને જણાવીએ છીએ.

કૃષ્ણની વાંસળી ની ધૂન જ એવી હતી કે જેનાથી જ રાધા તેમના તરફ ખેંચાઈ આવતી હતી. રાધાના લીધે શ્રી કૃષ્ણ વાંસળી ને હંમેશા પોતાની સાથે જ રાખતા હતા. ભલે શ્રી કૃષ્ણ અને રાધાનો મિલન ના થયું પરંતુ તેમની વાંસળી તેમની હંમેશા એક સૂત્રમાં બાંધી રાખ્યા. શ્રીકૃષ્ણના જેટલા પણ ચિત્રો છે તેમાં વાસળી હંમેશા હોય છે અને તે રાધાના પ્રત્યેના પ્રેમ નું પ્રતિક છે.

Loading...

જયારે મામા કંસએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને મથુરા આમંત્રિત કર્યા ત્યારે પહેલી વખત ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા જુદા થયા હતા. અને ત્યારે કૃષ્ણ રાધાને એ વચન આપીને ગયા હતા કે તે પાછા આવશે. પરંતુ કૃષ્ણ-રાધા પાસે પાછા ના આવ્યા અને તેમના વિવાહ રુકમણી સાથે થયા. આ બાજુ રુકમણી એ પણ શ્રીકૃષ્ણની મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. શ્રીકૃષ્ણ જોડે લગ્ન કરવા માટે તે પોતાના ભાઈ રૂક્મી વિરુદ્ધ પણ ગયા. રાધાની જેમ તે પણ શ્રીકૃષ્ણને ખુબ જ પ્રેમ કરતી હતી. લોકવાણી શ્રીકૃષ્ણને એક પ્રેમ પત્ર પણ લખ્યો હતો કે તે આવીને તેમને પોતાની સાથે લઈ જાય. તેના પછી શ્રીકૃષ્ણ રુકમણી પાસે ગયા અને તેમણે લગ્ન કરી લીધા.

જ્યારે કૃષ્ણ વૃંદાવન થી નીકળી ગયા હતા ત્યારે રાધા ના જીવનમાં અલગ જ સમય આવી ગયો. રાધાના વિવાહ એક યાદવ સાથે થઈ ગયા અને રાધાએ પોતાના દાંપત્યજીવનની રસમ નિભાવી અને ઉંમરલાયક થયા છતાં પણ તેમનું મન કૃષ્ણ માટે સમર્પિત હતું. રાધાએ પત્ની રીતે પોતાના દરેક કર્તવ્ય પૂર્ણ કર્યા. બીજી તરફ શ્રીકૃષ્ણએ પોતાના દેવી એ કર્તવ્ય નિભાવ્યા. હવે તો રાધા ને એવુ જ હતું કે તેમને કૃષ્ણ ક્યારેય પણ મળશે નહિ.

પરંતુ વિધિનું વિધાન કંઈક અલગ જ હતું. રાધા રાણી એક વખત ફરી શ્રીકૃષ્ણને મળી. રાધા કૃષ્ણની નગરી દ્વારકા જઈને પહોંચી અને જયારે કૃષ્ણએ રાધાને જોઈ તો ઘણા ખુશ થયા. બન્ને સંકેતોની ભાષામાં એક બીજા સાથે ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા અને શાસ્ત્રોમાં વર્ણન છે કે રાધાજી ને  કાન્હાની નગરી દ્વારિકામાં કોઈ ઓળખતું ન હતું. રાધા રાણીના અનુરોધથી કૃષ્ણ એ તેને મહેલમાં એક દેવિકા તરીકે નિયુક્ત કરી. રાધા આખો દિવસ મહેલમાં રહેતી હતી અને મહેલ સાથે જોડાયેલા કામની દેખરેખ રાખતી હતી. સમય મળતા જ તે કૃષ્ણના દર્શન કરી લેતી હતી.

પરંતુ વધતી ઉંમર સાથે તે કૃષ્ણથી દુર જવા માટે મજબુર થઇ ગઈ. એટલા માટે એક સાંજે તે મહેલ માંથી છાનામાના જ નીકળી ગઈ અને ન જાણે કઈ તરફ જતી રહી. તેને ખબર ન હતી કે તે ક્યાં જઈ રહી છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા. ધીમે ધીમે સમય પસાર થયો. રાધા રાણી એકદમ એકલી થઇ ગઈ હતી અને તેને ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી. તે કોઈ પણ રીતે ભગવાન શ્રીકૃષ્ણને જોવા માગતી હતી. તેની એ ઈચ્છા જાણતા જ ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવી ગયા.

કૃષ્ણને પોતાની સામે જોઇને રાધા રાણી અતિ પ્રસન્ન થઇ ગઈ. પરંતુ તે સમય નજીક હતો જયારે રાધા પોતાના પ્રાણ ત્યાગ કરી દુનિયાને વિદાય કહેવા માગતી હતી. કૃષ્ણ એ રાધા એ કહ્યું કે તે છેલ્લી વખત તેને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રીકૃષ્ણ એ વાંસળી લીધી અને ઘણી જ સુર સાથેના સંગીતમાં વગાડવા લાગ્યા.

શ્રીકૃષ્ણે દિવસ-રાત વાંસળી વગાડી જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણ માં વિલીન થઈ. વાંસળીની ધુન સાંભળતા સાંભળતા રાધાએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો.

તેના જતા જ ભગવાન શ્રીકૃષ્ણ ઘણા દુ:ખી થઇ ગયા અને તેમણે વાંસળી તોડીને ઘણે દુર ફેંકી દીધી. જે સ્થળ ઉપર રાધા એ કૃષ્ણજીને મરવા સુધી રાહ જોઈ તેને આજે ‘રાધા મંદિર’ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here