Loading...

આ 12 પરિવારના હાથમાં મહારાષ્ટ્રમાં સત્તાની ચાવી ફરતી રહી

0
112
Loading...

મહારાષ્ટ્ર ક્ષેત્રફળ પ્રમાણે ભારતનું ત્રીજા નંબરનું રાજ્ય છે અને વસ્તીની દ્રષ્ટીએ ઉત્તર પ્રદેશ પછી દ્વીતીય રાજ્ય છે. મહારાષ્ટ્રની સીમાએ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, ગોવા તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી આવેલા છે. પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર આવેલ છે. મુંબઇ (કે બૉમ્બે), ભારતનું સૌથી મોટું શહેર અને મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે.

મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જ્યાં દેશના સંભવત સૌથી વધુ રાજકીય પરિવાર સક્રિય છે. ડેમોક્રેટિક વંશવાદની બીજી કડીમાં આજે વાંચો… આ 12 દિગ્ગજ પરિવાર સાથે સંકળાયેલા 43 ચહેરાને. પવાર, ઠાકરેથી લઇ ચવ્હાણ અને પાટિલ સુધી… આ એ પરિવારો છે જેમના હાથમાં મહારાષ્ટ્રની સત્તાની ચાવી ફરતી રહી.

આ ચહેરાના વર્ચસ્વ અને દરજ્જાનો અંદાજ એના પરથી જ લગાવી લો કે અહીં ઘણી બેઠકો પર ઘણા પરિવારે દાયકાઓથી કબજો જમાવી રાખ્યો છે. જેમ કે બારામતી..આ બેઠક 27 વર્ષથી પવાર પરિવારની પાસે છે.

પવાર (4 પેઢી)

શારદાબાઇ: 1936માં પૂણે લોકલ બોર્ડનાં સભ્ય હતાં.

Loading...

પુત્ર: શરદ પવારઃ શરદ પવાર 38 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના CM બન્યા. 4 વખત CM રહ્યા. પક્ષ NCP બનાવ્યો. યુપીએમાં મંત્રી પણ રહ્યા.

પૌત્રી: સુપ્રિયા સૂળે: સુપ્રિયા સૂળે 2006માં રાજ્યસભા સભ્ય બની. 2009 અને 2014માં બારામતીથી સાંસદ છે.

પૌત્ર: અજિત પવાર: શરદના ભત્રીજા અજિત નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બારામતી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે.

પ્રપૌત્ર: રોહિત-પાર્થ: શરદના પૌત્ર રાજકારણમાં સક્રિય. આ વખતે ચૂંટણી લડશે. પરિવારનું બારામતીમાં શિવસેનાના મુંબઇ જેવું વર્ચસ્વ છે.

ઠાકરે: (3 પેઢી)

બાળા સાહેબ ઠાકરે: 19 જૂન 1966ના રોજ શિવસેના બનાવી.

પુત્ર: ઉદ્ધવ ઠાકરે: હાલમાં શિવસેનાના અધ્યક્ષ છે. આ પરિવાર આમ તો રાજકારણમાં સક્રિય છે પરંતુ ઠાકરે પરિવારમાંથી ક્યારે કોઇ ચૂંટણી લડ્યું નથી.

પૌત્ર: આદિત્ય ઠાકરે: યુવા સેનાના અધ્યક્ષ. શિવસેનામાં નંબર-2ની પોઝિશન છે.

ભત્રીજો: રાજ ઠાકરે: શિવસેનામાં મતભેદ થતાં મહારાષ્ટ્ર નવનિર્મણાણ સેના બનાવી. ઠાકરે પરિવારના ઘર માતોશ્રીનો આદેશ જ સર્વોપરી છે. વર્ચસ્વ એટલું છે કે તેમની મંજૂરી વિના ત્યાં કોઇ અધિકારી રહી ન શકે.

પેઢીઓથી રાજકારણનો વારસો

મુંડે પરિવાર(2 પેઢી): ગોપીનાથ મુંડે: ભાજપના દિવંગત નેતા. મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા. કેન્દ્રમાં મંત્રી બન્યા. મોટી પુત્રી પંજકજા મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી છે. બીજી પુત્રી પ્રીતમ બીડની સાંસદ છે. ભત્રીજો ધનંજય વિધાન પરિષદમાં એનસીપી ધારાસભા પક્ષના નેતા છે.

ચવ્હાણ પરિવાર ( 2 પેઢી): શંકરરાવ: કોંગ્રેસના બે વખત મુખ્યમંત્રી બન્યા. પહેલા 1975 અને પછી 1986માં. કેન્દ્રમાં નાણા અને ગૃહમંત્રી પણ બન્યા. પુત્ર અશોક ચવ્હાણ પણ મુખ્યમંત્રી હતા. અશોકનાં પત્ની અમિતા ધારાસભ્ય રહી ચૂક્યાં છે. હાલમાં નાંદેડના ઉમેદવાર છે.

ભુજબળ: (2 પેઢી): છગન ચંદ્રકાંત ભુજબળ: બાળા સાહેબથી પ્રભાવિત થઇ શિવસેનામાં આવ્યા. 1985માં મુંબઇના મેયર બન્યા. પછી NCPમાં જોડાયા. નાયબ CM બન્યા. પુત્ર પંકજ નંદગાંવથી ધારાસભ્ય છે. ભત્રીજો સમીર 2009માં સાંસદ બન્યો હતો.

પાટિલ પરિવાર: (3 પેઢી): બાળા સાહેબ વિખે પાટિલ: બાળાસાહેબ વિખે પાટિલ 7 વખત અહેમદનગર ઉત્તરથી જીત્યા. પુત્ર રાધાકૃષ્ણ મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા છે. રાધાકૃષ્ણનાં પત્ની શાલિની અહેમદનગરની જિલ્લા પરિષદના અધ્યક્ષ છે. પુત્ર સુજોય આ વખતે લોકસભ ચૂંટણી લડશે.

ખડસે પરિવાર (2 પેઢી): એકનાથ ખડસે: ભાજપના વરિષ્ઠ નેતા અને માજી મંત્રી. ખડસેનાં પત્ની મંદા જિલ્લા દૂધ સંઘના અધ્યક્ષ છે. પુત્રી રોહિણી જલગાંવ જિલ્લા બેન્કનાં અધ્યક્ષ છે. તેમની પુત્રવધૂ રક્ષા ખડસે રાવેર લોકસભા બેઠકનાં સાંસદ રહી ચૂક્યાં છે.

શિવાજીરાવ (3 પેઢી): શિવાજી નીલંગેકર 1985-86માં મહારાષ્ટ્રના CM હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. પુત્ર દિલીપ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પુત્રવધૂ રૂપા સાંસદ હતાં. પૌત્ર સંભાજી નીલંગેકર અત્યારે રાજ્યની ભાજપ સરકારમાં મંત્રી છે.

મોહિત પાટિલ (3 પેઢી): શંકરરાવ : 1952થી 1972 સુધી સક્રિય રહ્યા. અકલુજથી 4 વખત ધારાસભ્ય રહ્યા. પુત્ર વિજય એનસીપીના દિગ્ગજ નેતા હતા. નાયબ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. ભાઇ પ્રતાપ ભાજપના સાંસદ બન્યા.

વસંતદાદા પાટિલ: (3 પેઢી): 1977થી 1978 સુધી મુખ્યમંત્રી રહ્યા. 1983થી ફરી સીએમ બન્યા.પત્ની શાલિની તાઇ કેબિનેટ મંત્રી રહ્યાં હતાં. પુત્ર પ્રકાશ 2009ના પહેલાં સાંગલીથી સાંસદ રહ્યા. વસંતના પૌત્ર પ્રતીક 2009માં સાંગલીથી સાંસદ બન્યા.

મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ ૩૫ જિલ્લાઓ આવેલા છે.

અકોલા જિલ્લો

અમરાવતી જિલ્લો

અહમદનગર જિલ્લો

ઔરંગાબાદ જિલ્લો

બાંદ્રા ઉપનગર જિલ્લો (શહેરી વિસ્તાર)

બીડ જિલ્લો

ભંડારા જિલ્લો

બુલઢાણા જિલ્લો

ચંદ્રપૂર જિલ્લો

ધુલિયા જિલ્લો

ગડચિરોલી જિલ્લો

ગોંદિયા જિલ્લો

હિંગોલી જિલ્લો

જલગાંવ જિલ્લો

જાલના જિલ્લો

કોલ્હાપૂર જિલ્લો

લાતૂર જિલ્લો

મુંબઈ જિલ્લો

નાગપૂર જિલ્લો

નાંદેડ જિલ્લો

નંદરબાર જિલ્લો

નાસિક જિલ્લો

ઉસ્માનાબાદ જિલ્લો

પરભણી જિલ્લો

પુના જિલ્લો

રાયગડ જિલ્લો

રત્નાગિરી જિલ્લો

સાતારા જિલ્લો

સાંગલી જિલ્લો

સિંધુદુર્ગ જિલ્લો

સોલાપૂર જિલ્લો

થાણા જિલ્લો

વર્ધા જિલ્લો

વાશીમ જિલ્લો

યવતમાળ જિલ્લો

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here