કોરોના વેક્સિનની પહેલી રસી લેનાર આ પુરુષની સ્થિતિ છે આવી…જુવો ફોટા

કોરોના વેક્સિન લેનારા દુનિયાના સૌથી પહેલા પુરુષ 81 વર્ષિય વિલિયમ શેક્સપિયરનું નિધન થઈ ગયું છે. શેક્સપિયર કોઈ અન્ય બીમારીથી પીડિત હતા. તેમણે ગત વર્ષે ડિસેમ્બરમાં Pfizer-BioNTechની વેક્સિન લીધી હતી.

આ સાથે જ તેઓ દુનિયાના પહેલા એવા પુરુષ બની ગયા હતા જેને કોરોનાની રસી આપવામાં આવી હતી. શેક્સપિયરના મિત્ર કોવેન્ટ્રીના કાઉન્સિલર જેને ઇન્સે જણાવ્યું કે, તેમનું ગુરૂવારના નિધન થઈ ગયું હતુ.

તેમના પહેલા યૂનિવર્સિટી હૉસ્પિટલમાં 91 વર્ષની માર્ગરેટ કીનને રસી લગાવી હતી.

તેમણે કહ્યું કે, શેક્સપિયરને અનેક વાતોને લઈને ઓળખવામાં આવશે, જેમાંથી એક એ છે કે તેઓ દુનિયાના પહેલા પુરુષ હતા જેમણે સૌથી પહેલા કોરોનાની રસી લગાવી હતી. ઇન્સે કહ્યું કે, મારા દોસ્તને સૌથી સારી શ્રદ્ધાંજલિ આપવા માટે વેક્સિન લગાવડાવો.

યૂનિવર્સિટી હૉસ્પિટલે જણાવ્યું કે, શેક્સપિયરનું નિધન સ્ટ્રોકના કારણે થયું. તેમણે કહ્યું કે અનેક દાયકાઓ સુધી તેમણે પોતાના સમુદાય માટે કાર્ય કર્યું. શેક્સપિયરે પેરિસ કાઉન્સિલરની જવાબદી સંભાળી હતી.

પોતાના પહેલા ડોઝ સમયે તેમણે હૉસ્પિટલની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, અહીંનો સ્ટાફ ઘણો સારો છે.

વિલિયમ શેક્સપિયર પોતાની પાછળ પોતાની પત્ની, પોતાના 2 દીકરા અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે.

વેસ્ટ મિડલેન્ડ્સ લેબર ગ્રુપે કહ્યું કે, શેક્સપિયર જેમને બિલના નામથી ઓળખવામાં આવતા તેમણે કોવિડ-19 વેક્સિન લીધા બાદ વૈશ્વિક સ્તર પર ચર્ચા જવાગી હતી. પાર્ટી માટે તેમની દાયકાઓની સેવાને હાલમાં જ લેબર પાર્ટીના નેતા કીર સ્ટારર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ દુ:ખના સમયમાં અમે શેક્સપિયર સાથે છીએ.

મિત્રો, તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કરીને મિત્રોને શેર કરો. અમે તમારા માટે નવું નવું જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી લાવતા રહીશું.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Be the first to comment on "કોરોના વેક્સિનની પહેલી રસી લેનાર આ પુરુષની સ્થિતિ છે આવી…જુવો ફોટા"

Leave a comment

Your email address will not be published.


*