આખરે ક્યારે ખત્મ થશે કોરોના વાઈરસ, WHO ચીફે જણાવી સમયમર્યાદા ખાસ જાણીલો તમે પણ…

સામાન્ય રીતે તો માનવામાં આવે છે કે, ચીનના વુહાન શહેરમાં શરૂ થયેલા કોરોના વાયરસ હવે વૈશ્વિક રોગચાળાના રૂપમાં આવી ચુક્યો છે, હાલમાં વિશ્વના 200 થી વધુ દેશો કોરોના વાયરસની ઝપેટમાં આવી પહોચ્યા છે અને આ પરિસ્થિતિમાં સવાલ સોના મનમાં એ હશે કે આ કોરોના ક્યારે ખતમ થશે તો તેની માહિતી અ લેખમાં કરી છે જાણીલો તમે પણ..

માનવામાં આવે છે તે મુજબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક આશા વ્યક્ત કરી તે અનુસાર આ મહામારી ૧૯૧૮માં આવેલા સ્પેનીશ ફ્લુની સરખામણીમાં ઓછા સમય સુધી જ રહેશે અને આ સાથે સાથે એક રાહતમાં સમાચાર એ પણ ક્લાહી શકાય કે, WHOનાં ચીફ ટેડ્રોસ ગેબ્રીસીસે કહ્યું હતુ કે, આ મહામારી બે વર્ષમાં જ પુરી થઇ શકે છે.

આ સિવાય એક બાબત એ પણ છે કે, વિવિધ દેશોમાં કોરોનાના વધતા જતા ચેપના આધારે કોરોનાના અંતની આગાહી કરવામાં આવી છે. સમય સાથે આ આગાહી પણ બદલાઈ શકે છે. ઘણા દેશો લોકડાઉન અને સામાજિક અંતર દ્વારા કોરોના વાયરસના ચેપને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેમનો દેશ 12 અઠવાડિયામાં કોરોના વાયરસને અંકુશમાં લેશે. તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ જશે. જો કે, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, વિશ્વ કોરોના વાયરસના પડકારથી એટલી જલ્દીથી મુક્તિ મેળવી શકશે નહીં.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*