Loading...

માતાજીના મંદિરમાં આવી ચડી 5 ફુટની મગર, રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો

0
109
Loading...

રાજકોટ: શનિવારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નવાગામમાં આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ પરસેવે રેબઝેબ થઈ ગયા. પરસેવો તપતા ઉનાળાની ગરમીનો નહોતો ભયનો હતો. પાંચ ફૂટ લાંબો મગર તમારી સામે બેઠો હોય તો તમારી હાલત શું થાય? બસ, આવું જ મંદિરમાં આવેલા ભક્તો સાથે થયું. મંદિરના પરિસરમાં પાંચ ફૂટ લાંબો મગર જોઈ મોતિયા મરી ગયા.

કોડીનાર રેન્જના વન વિભાગના અધિકારીએ જણાવ્યું, “ગભરાયેલા ભક્તોએ ઉંચા જીવે વન વિભાગને મગર વિશે જાણ કરી. મગરના ગળાના ભાગે દોરડું બાંધીને અમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને મગરને પાંજરે પૂર્યો.”

મગરને મંદિર પરિસરમાંથી હટાવ્યા બાદ જ ભક્તો અંદર ગયા. લગભગ અડધો કલાકમાં વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યૂ કર્યું.

Loading...

વન વિભાગના અધિકારીએ કહ્યું, “મગર ગામના તળાવમાંથી મંદિરમાં આવી પહોંચ્યો હશે. કોડીનાર તાલુકામાં આવેલા જુદા-જુદા જળાશયોમાં ઘણા મગર રહે છે. જો કે હજુ સુધી મગરની વસ્તી ગણતરી કરવામાં આવી નથી. નબળું ચોમાસું અને ધોમધખતી ગરમીના કારણે જળાશયોમાં પાણી સૂકાઈ જાય છે. જેથી મગર ગામમાં આવી જાય છે.”

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો મિત્રો સાથે શેર કરજો અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here