Loading...

ચોકીદારને શેરડી પકવતા ખેડૂતોની ચિંતા નથી, માત્ર અમીરોની જ ડ્યૂટી કરે છે: પ્રિયંકા

0
84
Loading...

પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીની યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું કે, “શેરડી પકવતાં ખેડૂતો દિવસ રાત એક કરે છે, પરંતુ ઉત્તરપ્રદેશ સરકાર તેમના મહેનતાણાની જવાબદારી લેતા નથી.

ખેડૂતોના 10 હજાર કરોડ રૂપિયા આપવાના હજુ બાકી છે. જેનો અર્થ થયો છે કે તેમના બાળકોની શિક્ષા, ભોજન, સ્વાસ્થ્ય અને પાક બધું જ ઠપ થઈ જાય છે. આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યૂટી કરે છે, ગરીબોની તેમને ચિંતા નથી.”

હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી હવે રાજકારણના મેદાનમાં જોવા મળશે. ડાન્સર સપના શનિવારે કોંગ્રેસમાં જોડાઈ છે. સપનાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. મળતી માહિતી પ્રમાણે, સપના ચૌધરીએ દિલ્હીમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરના ઘરે કોંગ્રેસનું સભ્યપદ ગ્રહણ કર્યુ હતુ.

Loading...

સૂત્રો પ્રમાણે કોંગ્રેસ યુપીની મથુરા લોકસભા બેઠક પરથી સપનાને ટિકિટ આપી શકે છે. પરંતુ શનિવારે મોડી રાતે કોંગ્રેસના 38 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મથુરામાં લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ પણ સામેલ છે. પાર્ટીએ અહીંથી મહેશ પાઠકને ટિકિટ આપી છે. જેથી સપનાના મથુરા ખાતેથી ચૂંટણી લડવા અંગેની અટકળો પર વિરામ લાગી ગયુ છે.

કોણ છે સપના ચૌધરી?

સપના ચૌધરી હરિયાણાની એક જાણીતી ડાન્સર અને એક્ટર છે. 25 સપ્ટેમ્બર 1990ના રોજ હરિયાણાના રોહતકમાં જન્મેલી સપનાનું જીવન ઘણી મુશ્કેલી ભરેલુ હતુ.

સપનાના પિતા સામાન્ય કંપનીમાં કામ કરતા હતા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતી પણ સારી ન હતી. ઘણી નાની ઉમરમાં સપનાએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત ઓર્કેસ્ટ્રાથી કરી હતી. ઘર ખર્ચ ચલાવવા માટે તેમણે ડાન્સનો સહારો લીધો હતો. સપના અત્યાર સુધી ઘણા સ્ટેજ શો કરી ચુકી છે. સપના હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

મથુરા લોકસભામાં કુલ 5 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

2.આ બેઠકમાં છાતા, માંટ, ગોવર્ધન, મથુરા અને બળદેવ વિધાનસભા બેઠકોનો સામેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંની માટ બેઠક પર બહુજન સમાજ પાર્ટીને જીત મળી હતી. જ્યારે બાકીની બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને જીત મળી હતી.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here