Loading...

વોટિંગના 2 દિવસ પહેલાં ભાજપના કાફલા પર નક્સલી હુમલો, ભાજપના ધારાસભ્યનું મોત, 3 જવાન શહીદ

0
90
Loading...

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં નક્સલીઓએ દંતેવાડામાં IED બ્લાસ્ટથી હુમલો કર્યો છે. નક્સલીઓના નિશાને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા મંડાવીનો કાફલો હતો, જે મંગળવારે બપોરે નકુલનારથી લગભગ બે કિલોમીટર દૂર શ્યામગિરીથી પસાર થઈ રહ્યો હતો. ડીઆઈજી પી સુંદરરાજે જણાવ્યું કે બ્લાસ્ટ પછી ધારાસભ્ય મંડાવી અને તેમના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમની સુરક્ષામાં તહેનાત 3 જવાન પણ હુમલામાં શહીદ થયા છે.

હુમલો ત્યારે થયો જ્યારે ધારાસભ્ય મંડાવી ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યાં હતા. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાને કારણે દંતેવાડામાં ચૂંટણી પ્રચાર બપોરે 3 વાગ્યે જ પૂરો થઈ ગયો હતો. મંડાવી બુલેટપ્રુફ ગાડીમાં સવાર હતા. તેમના કાફલામાં સુરક્ષા દળની ગાડી પણ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મંડાવી અને સુરક્ષા દળની ગાડી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.

મંડાવી બસ્તર સંભાગના એકમાત્ર ભાજપના ધારાસભ્યા હતાઃ

Loading...

2018માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બસ્તર સંભાગની 12 સીટમાંથી ભાજપ માત્ર દંતેવાડામાં જીત્યું હતું. અહીં ભીમા મંડાવીએ કોંગ્રેસના દેવતી કર્માને હરાવ્યા હતા. મંડાવી વિધાનસભામાં ભાજપ ધારાસભ્ય દળના ઉપનેતા પણ હતા.

ઝીરમઘાટી હુમલામાં દંતેવાડાના પૂર્વધારાસભ્ય મહેન્દ્ર કર્માઃ

25 મે, 2013ના રોજ ઝીરમઘાટીમાં થયેલા નક્સલી હુમલામાં છત્તીસગઢ કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ માર્યા ગયા હતા. જેમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વિદ્યાચરણ શુક્લ, છત્તીસગઢ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નંદકુમાર પટેલ, મહેન્દ્ર કર્મા, ઉદય મુદલિયાર સહિત 30 લોકોના મોત થયા હતા. મહેન્દ્ર કર્મા દંતેવાડા બેઠક પરથી 3 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. 2008ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભીમા મંડાવીને હરાવ્યા હતા. જો કે, 2013 વિધાનસભા ચૂંટણીમાં મંડાવી મહેન્દ્ર કર્માના પત્ની દેવતી કર્મા સામે હારી ગયા હતા.

સતત નિશાના પર CRPFના જવાન

છત્તીસગઢ વિસ્તારમાં આ પહેલા પણ અનેક વખત નક્સલી હુમલા થઈ ચૂક્યા છે. જેમાં CRPFના જવાનોને નિશાનો બનવવામાં આવે છે. જુલાઈ 2018માં નક્સલીઓએ કાંકેર જિલ્લામાં બીએસએફા જવાનો પર હુમલો કર્યો હતો જેમાં 2 જવાન શહીદ થયા હતા. આ પહેલા 13 માર્ચ 2018માં સુકમા જિલ્લામાં CRPFની 212મી બટાલિય જવાનો પર હુલો થયો હતો જેમાં 9 જવાનો શહીદ થયા હતા.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here