Loading...

SBI માં બહાર પડી છે મોટા પાયે ભરતી, ઉતમ તક નો લાભ લેવાનું ન ચુકતા

0
412
Loading...

હાલ પુરા દેશમાં બેરોજગારીના નારા લાગી રહ્યા છે. એવામાં SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) એ 2019 ની પરિક્ષા ની ઘોષણા કરી દીધી છે. લગભગ 2000 જેવા પદો માટે નવા ઉમેદવારો ની જરૂર છે. આ માટે ઓનલાઈન પણ અપ્લાય કરી શકાય છે. તેના માટે એસબીઆઇની વેબસાઇટ www.sbi.co.in/careers પર અપ્લાય કરી શકાય છે. જેઓ સરકારી નોકરી કરવા માંગે છે તેના માટે આ ઉતમ તક  છે. અને તેઓ માટે આ એક ગોલ્ડન ચાન્સ છે.

આ જગ્યાઓ  માટે 2 એપ્રિલથી 22 એપ્રિલ 2019 સુધી અરજી કરી શકાશે. આ પદો માટે ઓનલાઇન પરીક્ષાનુ આયોજન 8 , 9 અને  15, 16 જૂન 2019ના રોજ કરવામાં આવશે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ મે ના ત્રીજા અઠવાડિયામાં બહાર પાડવામાં આવશે.

સાથે જ પરીક્ષાના પરિણામ જુલાઇના પહેલા અઠવાડિયે બહાર પાડવામાં આવશે. જે વ્યક્તિ આ પરીક્ષા માં પાસ થઇ જશે એમને  મુખ્ય પરીક્ષામાં બેસવાની તક મળશે.

Loading...

પરિક્ષા ની તારીખ:

SBI Probationary Officer Exam 2019ની મુખ્ય પરીક્ષાના એડમિટ કાર્ડ જુલાઇના બીજા અઠવાડિયે જારી કરવામાં આવશે. જણાવી દઇએ કે આ પરીક્ષાનું આયોજન 20 જુલાઇ 2019ના રોજ કરવામાં આવશે. SBI Probationary Officer Exam 2019નું પરિણામ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયે બહાર પાડવામાં આવશે.

આ બાદ ગ્રુપ ડીસકશન નો રાઉન્ડ હશે. અને પછી થોડા દિવસો પછી તેનું પરિણામ આપવા માં આવશે. અને તેનું ફાઈનલ રિઝલ્ટ ઓક્ટોબર 2019ના બીજા અઠવાડિયે બહાર પાડવામાં આવશે.

લાયકાત:

હવે તમને પ્રશ્ન થશે કે વાય મર્યાદા અને લાયકાત કેટલી છે આ પરીક્ષા માટે. આ માં અપ્લાય કરવા માટે ની વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ છે.

પરીક્ષાર્થીની ઉંમર 1 એપ્રિલ 2019ના રોજ 30 વર્ષથી વધુ ન હોવી જોઇએ. સાથે જ તેનો જન્મ 1 એપ્રિલ 1998 બાદ અને 2 એપ્રિલ 1989 પહેલાં ન થયો હોવો જોઇએ.

કેટલું હશે પેકેજ ?

આ પરિક્ષા માં પાસ થનાર ઉમેદવાર ને દર વર્ષ નું 8 લાખ થી 13 લાખ સુધી નું પેકેજ મળશે  આ પરીક્ષા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ 02/04/2019 છે અને આ પરિક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ  22/04/2019 છે.

એપ્લિકેશન વિગતોમાં ફેરફાર કરવા માટેની છેલ્લી તારીખ 22/04/2019 છે. અને એપ્લિકેશન પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ 07/05/2019  છે. અને ઑનલાઇન ફી ભરવા  માટેની છેલ્લી તારીખ: 02/04/2016 થી 22/04/2019 છે. તો જે ઉમેદવાર બેંક માં  નોકરી કરવા ની ઈચ્છા હોય તેઓ અચૂક લાભ લે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો મિત્રો સાથે શેર કરજો અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ‘ખેડુ’ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here