દિલથી સલામ: સોનુ સુદની ટીમે બેંગ્લોરની હોસ્પિટલને ઓક્સિજન પહોંચાડી 22 દર્દીઓનો જીવ બચાવ્યો

મિત્રો આપ સૌ જાણો જ છો જે કામ સરકાર નથી કરી શકતી તે કામ કેટલાક સેવભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ કરી રહ્યા છે. બોલીવૂડ સ્ટાર સોનુ સૂદ તેમાંથી એક છે.

સોનુ સુદની ટીમે બેંગ્લોરમાં સમયસર ઓક્સિજન પહોંચાડીને 22 કોરોના દર્દીઓના જીવ બચાવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે અડધી રાતે બેંગ્લોરના એઆરએકે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જાય તેવી સ્થિતિ હતી.

સોનુ સુદના ચેરિટી ફાઉન્ડેશનની ટીમને આ જાણકારી પોલીસ થકી મળી હતી.હોસ્પિટલમાં ઓક્સિજન વગર બે દર્દીઓના પહેલા જ મોત થઈ ચુકયા હતા.

આ વાતની જાણકારી મળ્યા બાદ ટીમના સભ્યોએ અડધી રાતે જ દોડધામ કરીને ઓક્સિજન સિલિન્ડરની શોધ ચાલુ કરી હતી.કલાકોની મહેનત બાદ 15 ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલને પહોંચાડવામાં આવ્યા હતા.

સોનુ સુદ કહે છે કે, ટીમ વર્ક અને દેશવાસીઓની મદદ કરવાના મક્કમ નિર્ધારના કારણે લોકોની મદદ થઈ શકે છે.

જેવો અમને પોલીસનો ફોન આવ્યો કે તરત જ હોસ્પિટલને સિલિન્ડર પહોંચાડવા માટે મદદ શરુ કરી હતી.મોડુ થયુ હોય તો કેટલાય લોકો પોતાના સ્વજનોને ગુમાવી દેત.

સોનુ સુદનુ કહેવુ છે કે, હું એ તમામનો આભારી છું જેમણે આટલી જિંદગીઓ બચાવવા માટે ગઈકાલે રાતે મહેનત કરી હતી.મારી ટીમના સભ્યોની લગન જ મને આગળ વધવાની પ્રેરણા આપે છે.

મિત્રો, તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કરીને મિત્રોને શેર કરો. અમે તમારા માટે નવું નવું જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી લાવતા રહીશું.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Be the first to comment on "દિલથી સલામ: સોનુ સુદની ટીમે બેંગ્લોરની હોસ્પિટલને ઓક્સિજન પહોંચાડી 22 દર્દીઓનો જીવ બચાવ્યો"

Leave a comment

Your email address will not be published.


*