Loading...

સુરતમાં ભાજપનો જ કોર્પોરેટર દારૂના નશામાં ચકચૂર થઈ બિન્દાસ નાચ્યો…વીડિયો વાઈરલ

0
98
Loading...

થોડા મહિના પહેલાં જ રાજસ્થાનનાં CM અશોક ગેહલોત અને ગુજરાતનાં CM વિજય રૂપાણી વચ્ચે દારૂબંધીની બાબતે બરાબરની જામી હતી. જેમાં અશોક ગેહલોતનાં ગુજરાતમાં દારૂ પીવાય છે તેવાં નિવેદન પર CM રૂપાણીને ખોટું લાગી ગયું હતું. અને તેઓએ આ મામલે અશોક ગેહલોત સામે આકરાં પ્રહાર કર્યા હતા. પણ ખુદ ભાજપનાં જ નેતા અને કોર્પોરેટરો CM વિજય રૂપાણી અને ગુજરાતની ઈજ્જતને કાઢી રહ્યા છે. સુરતમાં દારૂની પાર્ટી માણતા કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

સુરતનાં સગરામપુરાના ભાજપનાં કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. દારૂના નશામાં ચકચૂર થઈને પિયુષ શિવશક્તિવાળા નારગોલમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. નારગોલમાં પંચાયતનું મકાન ભાડે રાખી ભાજપ કોર્પોરેટર પોતાના સાથીઓ સાથે મહેફિલની મજા માણી હતી. દારૂ પાર્ટીની અંદરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. 2થી 5 જાન્યુઆરી વચ્ચે દારૂની મહેફિલ કરી હતી. 12 વ્યક્તિના ગૃપમાં પુત્ર-કાકા-પિતા પણ સામેલ હતા.

તો આ મામલે જ્યારે પિયુષ શિવશક્તિવાળા મામલે લોકોએ કહ્યું કે, મારા માટે દારૂ નવી વાત નથી. મારી પાસે દારૂની પરમિટ છે. હું દારૂ પીવું છું. અમારા સમાજમાં દારૂ પીવો પરંપરા છે. તો થોડીવાર બાદ તેઓએ લૂલો બચાવ કરતાં કહ્યું કે, પાર્ટીમાં કોઈએ દારૂ પીધો ન હતો. ત્યારે જ્યારે ખુદ ભાજપનો જ કોર્પોરેટર જો બિન્દાસ દારૂ પીવાની વાત કરતો હોય ત્યારે ખરેખર ગુજરાતમાં દારૂબંધીની આ સૌથી મોટી મજાક છે.

– Sandesh

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here