Loading...

ફળોનો રાજા કેરીની જૂનાગઢ બજારમાં એન્ટ્રી, આ સીઝનમાં કિંમત છે ચોંકાવનારી, જાણો

0
129
Loading...

ઉનાળાનું આગમન થતા જ જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીનું પણ આગમન થઇ ચુક્યુ છે. બાળકોથી લઇને મોટા સુધી બધાની પ્રિય એવા ફળોનો રાજા કેસર કેરીનું બજારમાં આગમન થઇ ગયું છે. જો કે આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતરવાની શક્યતાઓ વર્તાઇ રહી છે, જેના કારણે કેરના ભાવ પણ આકાશે પહોંચી ગયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરરાજી શરૂ થઇ છે.

( SPONSORED BY –Rowdy Gujju )

ફળોના રાજા કેરીના શોખીનો માટે સારા સમાચાર છે સોરઠની પ્રખ્યાત કેસર કેરીનું જૂનાગઢમાં શરુ થઇ ચૂક્યું છે, ગુરુવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની પહેલી કેસર કેરીની હરાજી થઇ હતી, જેમાં 10 કિલોના બોક્સ રૂપિયા બે હજારના ભાવે વેચાયું હતું.

Loading...

તો વર્ષોથી ફ્રૂટના કમિશન એજન્ટનું કામ કરતા અદ્રેમાનનું કહેવું છે કે પહેલા દિવસે બે હજારથી 2200 રૂપિયા સુધીનું 10 કિલોનું બોક્ષ વેચાયું છે, આ વર્ષે સીઝનમાં બદલાવ આવવાથી કેરીનો પાક ઓછો તેમજ મોડો આવેલો છે, હાલ ખુબ ઊંચા ભાવ છે, પરંતુ આવનારા દિવસોમાં કેવા ભાવ રહે તે કહેવું મુશ્કેલ છે પણ કેરીની બમ્પર આવક મે મહિનામાં થશે અને અંદાજીત જુનના અંતમાં પૂર્ણ થવાની શક્યતા છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here