કર્ણાટકમાં વધ્યું કોરોનાનો કહેર, થયું આટલા દિવસ સુધીનું સંપૂર્ણ લોકડાઉન

રાજસ્થાન બાદ હવે કર્ણાટક સરકારે પણ કોરોના વાયરસના સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને સંપૂર્ણ લોકડાઉનનું એલાન કર્યુ છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાએ લોકડાઉનની ઘોષણા કતા કહ્યું કે 10થી 24 મે સુધી રાજ્યમાં સપૂંર્ણ લોકડાઉન લગુ રહેશે.

આ દરમિયાન માત્ર ઇમરજન્સી અને જીવન જરુરિયાતની સેવાઓ જ શરુ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે પણ 10 થી 24 મે સુધીનું લોકડાઉન લાગુ કર્યુ છે.

શુક્રવારે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક બાદ યેદિરુપ્પાએ કહ્યું કે રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો નથી.

જેના કારણે રાજ્ય સરકારે 10 મે સવારે 6 વાગ્યાથી 24 મે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન રાજ્યમાં રેસ્ટોરેન્ટ, માંસ અને શાકભાજીની દુકાનો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ખુલી રહેશે.

કર્ણાટકમાં ગુરુવારે કોરોના વાયરસના 49,058 નવા કેસ સામે આવ્યા હતા.

જેની સાથે અત્યાર સુધી કુલ કેસોની સંથ્યા 17,90,104 થઇ છે. તો સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 328 લોકોના મોત થયા છે. જેની સાથે કુલ મૃત્યુઆંક 17,212 થયો છે.

મિત્રો, તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઇક કરીને મિત્રોને શેર કરો. અમે તમારા માટે નવું નવું જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી લાવતા રહીશું.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Be the first to comment on "કર્ણાટકમાં વધ્યું કોરોનાનો કહેર, થયું આટલા દિવસ સુધીનું સંપૂર્ણ લોકડાઉન"

Leave a comment

Your email address will not be published.


*