Loading...

દિલથી ધન્ય છે આ ક્ષત્રિયાણીની ખુમારીને..! વાંચો એક ક્ષત્રિયાણીના બલીદાનની સત્ય ઘટના..

0
138
Loading...

સામાન્ય રીતે થોડા વર્ષ અગાઉની આ વાત છે. ગોહિલવાડની ધરા પર મોહનબા નામના એક ક્ષત્રિયાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે. અને પતિ હજી હમણાં જ સરહદ પર શહિદીને વર્યો છે. માતૃભુમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે. અને કરુણતા તો જુઓ પોતાના જ લાડકાનું મોઢું એ ભાળી શક્યો નથી. મોહન બાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે બાપ સરહદ પર દુશ્મનો સામે રાજપુતી રીતને ઉજળી કરીને અમર શહિદીને વર્યો હતો.

ઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઇ ઉડીને આંખે વળગે તેવી રીતની  છે. અને આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યાં છે, શિતળ છાંયડો આપે એવા શીતળ વૃક્ષો છે અને પરંપરાગત લીંપણ-ગુંપણથી કસાયેલા રાજપુતાણીના હાથોએ નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી.

ઓસરીમાંથી ધીરે સાદે સુંદર હાલરડાંના સુરો સંભળાય છે –

વીરાંગના જોશે રે વીરાને વીરાંગના જોશે જ રે….

Loading...

ઘમસાણે ભેળી ઘુમવાને વીરાંગના જોશે રે..!

અને બરાબર એ વખતે જ ભાવનગર રાજ્યના એક કલેક્ટરશ્રીનો કાફલો આ ક્ષત્રિયાણીના ઘરના આંગણે આવી પહોંચે છે. અને ત્યારપછી ઝાંપો ખોલીને કલેક્ટર આગળ વધે છે. ફળિયાની મોહકતા તરફ ઘડીભર એ જોયા કરે છે. અને ત્યાં અંદરથી ફરી સપ્તસિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય એવા સુર એમણે સંભળાય છે.

તલવારો જોશે રે વીરાને તલવારો જોશે રે…..

માથાં પાપીઓના રોળવાને તલવારો જોશે રે….!

અને આવા સુર સાંભળીને કલેક્ટર ઘડીકવાર થોભી જ ગયા. અને આ આ અપૂર્વ ખુમારીભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે સાથે થોડું આશ્વર્ય પણ એમને થયું. કારણ કે પોતે તો એવી ધારણા બાંધેલી કે શહિદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે, રડતી-કકળતી હશે. પરંતું અહી આવીને જોઉં તો પરિસ્થિતિ સાવ વિરૃધ હતી. અને આ ઉપરાંત પોતાના પારણે ઝુલતા બાળને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી.

ત્યારબાદ આંગણામાં અવાજ થતાં મોહનબા બહાર આવ્યા. અને કલેક્ટરે એના મુખ સામે જોયું. એમ કહેવાય કે, ગૌરવર્ણી લાલીમા પર એક અપૂર્વ તેજ ઝગારા મારતું હતું, અને આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એકસાથે વસી રહ્યાં હોવાનું સ્પષ્ટ પણે દર્શાવતી હતી. પછી ધીમે રહીને કલેક્ટરે એમને કહ્યું, “બહેન ! આપના પતિએ દેશ માટે ખુબજ અમુલ્ય બલિદાન આપ્યું છે. એના પ્રાણત્યાગને દેશ ક્યારેય નહિ ભુલી શકે.”

મોહનબા સાંભળી રહ્યાં. અને તોળા સમય બાદ તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી.

“એમના એ બલિદાન માટે….” કલેક્ટર પોતાના હાથમાં રહેલો ચેક આગળ ધર્યો,”સરકારે આપના ભરણપોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે.”

મોહનબાએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી. પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને એના ટુકડા કરી ફેંકી દીધાં….! કલેક્ટર સમેતના માણસો આભા બનીને એમણે જોઇ રહ્યાં.

“અરે….! પણ તમે ફાડી શા માટે નાખ્યો….? બહેન ! આ તો સરકારે આટલાં આપ્યા છે તે મારી મજબુરી છે, બાકી જો ઓછા થતાં હોય તો હું મારા ઘરના થોડાં ઘણાં ઉમેરુ.” આમ કલેક્ટરે કહ્યું.

મોહનબા ફરી થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યાં. અને પછી બોલ્યાં – “ભાઇ ! મારો ધણી કોના માટે કુરબાન થયો છે ?”

કલેકટરએ કહ્યું “માં ભારત માટે…..”

“બસ તો પછી. જે દિકરા એની માં માટે થઇને શીશ કપાવે એની વહુઆરુ જો પૈસા ખાવા માંડે ને તો ફરી આ દેશમાં એવો કોઇ માડીજાયો ના જન્મે ભાઇ….!” રાજપુતાણી ખુબ હિંમતથી બોલી રહી. અને એના એક એક શબ્દે કોઇ દિવ્ય વાણી ઝરી રહી હતી. કલેક્ટર એની ખુમારી જોઇ જ રહ્યો. આ ઉપરાંત રાજપુતાણીની આંખોમાંથી ઝરતા તેજ સામે નજર નાખવાની કોઇની હિંમત ના રહી.

આખરે માંડ કલેક્ટર બોલી શક્યો – “પણ બહેન ! તો આપને અમે વળતર કઇ રીતે આપીએ….?”

એના જવાબમાં ગોહિલવાડની એ ક્ષત્રિયાણી એ ઓસરીમાં રહેલા પારણાં સામે આંગળી ચીંધી અને બોલી – “વળતર….?કલેક્ટર સાહેબ ! આ પારણામાં ઝુલતા મારા પુત્રને એ વીસ-એકવીસ વર્ષનો થાયને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો ને એને સરહદ પર લઇ જજો. અને મારો આ લાડકો એના બાપને માર્ગ હાલીને પચાસ-પચાસ પાકિસ્તાની દુશ્મનોના માથા વાઢીને આવે ને…..ત્યારે એના બાપના મોતનું વળતર મળે સાહેબ….!બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપડીમાં આ ક્ષત્રિયના ખોરડાંનુ વળતર ન વળે સાહેબ….! અમારે મન રૂપિયા કરતા બલિદાન જ વધુ મોંઘા છે.”

અને એમ કહી શકાય કે રાજપુતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતાં. કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીમાં સાક્ષાત્ દુર્ગાના દર્શન થતા હતાં. આ જોગમાયા સામે બોલી પણ શું શકાય….?જગદંબાના સ્વરૂપ જેવી ભાસતી સ્ત્રીને બધાં મનોમન વંદન કરી રહ્યાં. ધન્ય છે..! આ ગોહિલવાડની ક્ષત્રીયાણીને..!

[ આ પ્રસંગ એક સત્યઘટનાનો છે. ]

– Kaushal Barad.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here