Loading...

સૃષ્ટિના પ્રાણ ભગવાન શિવએ શિકારીની પૂજાથી ખુશ થઈને તેને આપ્યું હતું કઈક આવું નામ, જાણો તેના વિશેનું રહસ્ય..!!

0
202
Loading...

શાસ્ત્રો પ્રમાણે, શિવ ભગવાન હિમાલયમાં વસતા દેવ છે.અને વેદકાળથી જ શિવજીની ઉપાસના થતી આવી છે.અને ભગવાન શંકરને દેવોના દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.અને આ ઉપરાંત ભગવાન શંકર પરમ બ્રહ્મ છે. ભાંગ, ધતૂરો, સાપ અને પ્રેત એ શિવના સાથી છે. આ બધાની ખરાબીને શિવે હરિ લીધી છે એથી જ તેમની સાથે જ રહેવા છતાં શિવ સૌમ્ય છે. આટલા માટે જ શિવ દેવોના દેવ મહાદેવ કહેવાય છે.

શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણતા હોય છે.અને ભગવાન મહાદેવ સાથે ઘણી બધી કથાઓ પણ જોડાયેલી છે.એક શિકારી ની કથા પણ શિવરાત્રી ના તહેવાર સાથે જોડાયેલી છે.અને આ કથા એ ભગવાન શંકર સાથે પણ એટલીજ જોડાયેલી છે.આ કથા ને શિવપુરાણ માં પણ ઉલ્લેખવામાં આવી છે.

કથા ની અનુસાર પ્રાચીન કાળ માં કોઈ જંગલ માં એક ગુરુદ્રૂહ નામ નો એક શિકારી રહેતો હતો, જે જંગલી જાનવરો નો અવારનવાર શિકાર કરતો તથા એમના પરિવાર નું ભરણપોષણ પણ તે  કરતો હતો. એક વાર શિવરાત્રી ના દિવસે તે શિકાર માટે નીકળ્યો, પર સંજોગવશ પૂરો દિવસ શોધવા છતાં પણ એને કોઈ જ શીકાર ન મળ્યો. એના બાળકો, પત્ની તેમજ માતા પિતા ને ભૂખ્યા જ રહેવું પડ્યું. આ વાત થી તે વંચિત થઇ ગયો, સુર્યાસ્ત થવા પર તે એક તળાવ ની બાજુમાં ગયો અને ત્યાં એક ઘાટ ના કિનારે શિકાર મળે માટે એક ઝાડ પર પીવા માટે પાણી લઈને ચઢી ગયો. કારણ કે એને સંપૂર્ણ ખબર હતી કે કોઈ ન કોઈ જાનવર એમની તરસ મીટાવવા માટે અહિયાં જરૂર આવશે જ.

Loading...

અને ત્યારબાદ આ શિકારી આ ઝાડ પર બેઠો બેઠો પાણી પી રહ્યો હતો. અને બનાવ એવો બન્યો કે,શિકારી જે ઝાડ પર ચઢ્યો તે બીલીપત્ર નું હતું અને એ ઝાડ ની નીચે શિવલિંગ પણ હતી, જે સુકા બીલીપત્રો થી ઢંકાય જવાના કારણે કોઈને દેખાતી ન હતી. રાત ની પહેલી પ્રહર વીતવા પર એક હીરણી ત્યાં પાણી પીવા માટે આવી. શિકારી એ એમના ધનુષ પર બાણ સાધ્યું. એવું કરવામાં એના હાથ ના ધક્કા થી અમુક પાન તેમજ પાણી ના અમુક ટીપાં નીચે બનેલા શિવલિંગ પર પડ્યા અને ખબર વગર જ શિકારી ની પહેલા પ્રહાર ની બદલે પૂજા થઇ ગઈ.

અને હિરણી એ જયારે પાંદડા નો અવાજ સાંભળ્યો તો ગભરાઈ ને ઉપર જોયું અને શિકારી થી, ગભરાઈ ને બોલી- ‘ મને ન મારો’ શિકારી એ કહ્યું કે તે અને એનો પરિવાર ભૂખ્યો છે તેથી એ એને છોડી શકતો નથી. હિરણી એ વચન આપ્યું કે તે એમના બાળકોને એમના સ્વામી ને મળીને પાછી આવશે. ત્યારે તે એનો શિકાર કરી લે. શિકારી ને એ વાત નો વિશ્વાસ થઇ રહ્યો ન હતો. એને કહ્યું જે રીતે સત્ય પર જ ધરતી ટકેલી છે, સમુદ્ર મર્યાદા માં રહે છે અને ઝરણાં થી ધોધ પડે છે એમ જ તે પણ સાચું બોલી રહી છે.ક્રૂર હોવા છતાં શિકારી ને એના પર દયા આવી ગઈ અને એને ‘જલ્દી આવવાનું’ કહીને એ હિરણી ને જવા દીધી.

રાતની શરૂઆત થતા શિકારી એ જોયું કે,તે બધા હરણ-હિરણીઓ ને એમના બાળકો સહીત એક સાથે આવતા જોઈ લીધા હતા. એને જોતા જ એને એમના ધનુષ પર બાણ રાખ્યું અને પહેલા ની જેમ જ એના ચોથા પ્રહાર ની પણ શિવ પૂજા સંપન્ન થઇ ગઈ. તે વિચારવા લાગ્યો ‘આ પશુ ધન્ય છે જે જ્ઞાનહીન થઈને પણ એમના શરીર થી પરોપકાર કરવા માંગે છે પરંતુ હું અનેક પ્રકારના ખરાબ કામ થી મારા પરિવાર નું પાલન કરતો રહ્યો.અને તેને તેના કાર્ય પર પસ્તાવો
પણ થયો.અને તેને હરણનો  શિકાર કાર્યો નહિ.અને આનાથી જ પ્રસન્ન થઈને ભગવાન શિવ એ શિકારીને ‘ગૃહ’ નામ આપ્યું.આમ ભગવાન શંકર એ સમગ્ર સૃષ્ટિ નું હિત કરનાર દેવોના દેવ છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here